51 શક્તિપીઠમાં સામેલ નયનાદેવી અને જ્વાલાદેવી તીર્થનું શું છે મહત્વ…

નવલી નવરાત્રીના નોરતા ચાલી રહાય છે, ત્યારે લોકોમાં નવરાત્રિને રહીને માતાના નવ સ્વરૂપોનું મહત્વ વધી જાય છે. સાથે જ માતાના 51 શક્તિપીઠને તો કઈ રીતે ભૂલી જવાય. ઇતિહાસમાં જણાવ્યા પ્રમાણે, દુર્ગા માતાએ રાક્ષસોનો સંહાર કરવા માટે અનેક સ્વરૂપો ધારણ કર્યા હતા. જેમાં હિમાચલમાં આવેલું નયનાદેવી અને જ્વાલાદેવી તીર્થ પણ સામેલ છે.

માર્કંડેય પુરાણમાં જણાવ્યા પ્રમાણે, માતા સતીની આંખ જે સ્થાન પર પડી હતી તે સ્થાન પર નયનાદેવી તીર્થની સ્થાપવાના કરવામાં આવી હતી. આ નયનાદેવી તીર્થમાં ઘણા ભક્તો માતાની આંખનું દર્શન કરી તેનું પૂજન પણ કરે છે.

આ ઉપરાંત સતીમાતાની જીભ જે સ્થાન પર પડી તે સ્થાનને જ્વાલાદેવી તીર્થ નામ આપવામાં આવ્યું. નૈનીતાલમાં નૈની તળાવના કિનારે આ તીર્થ આવેલું છે. લગભગ 500 વર્ષ પહેલા આ મંદિર બનાવવામાં આવેલું તેમ કહેવામાં આવે છે. જવાલાદેવી શક્તિપીઠની એક વિશેષતા એ છે કે, ઠંડીનીઋતુમાં પણ આ સ્થાને જમીનમાંથી જ્વાળા બહાર નીકળે છે.

નયનાદેવી તીર્થ :
આ તીર્થ નેપાળમાં આવેલી પેગોડા તેમજ ગૌથિક શૈલીમાં બનવવામાં આવેલું છે, આ મંદિર 15મી સદીમાં બનાવવામાં આવવાનું પુરાણમાં કહેવામાં આવ્યું છે. જોકે તે સમય દરમિયાન ભૂકંપ આવવાના કારણે તે ખંડિત થઈ ગયું હતું, ત્યારબાદ સ્થાનિક લોકો દ્વારા વર્ષ 1883માં ફરી બનાવવામાં આવ્યું હતું.

નયનાદેવીની સાથે મંદિરમાં ગણેશજી તેમજ કાલી માતાની મૂર્તિની પણ સ્થાપના કરવામાં આવી છે. મંદિરના પ્રવેશદ્વાર પર ઘટાદાર એક પીપળાનું વૃક્ષ પણ આવેલું છે. માતા પાર્વતીને અહીં નંદાદેવીનું નામ આપવામાં આવ્યું છે. નવરાત્રીના આઠમા નોરતે મંદિરમાં નંદાદેવીની વિશેષ પૂજા પણ કરવામાં આવે છે.

એક માન્યતા પ્રમાણે નાયનાદેવીના અશ્રુએ તળાવનું સ્વરૂપ ધારણ કર્યું હતું એટલે જ આ સ્થાનનું નામ નૈનિતાલ રાખવામાં આવ્યું છે. આ મંદિરની અંદર નયના દેવીની બે આંખ બનવવામા આવી છે. માતાના આંખના દર્શનથી ભક્તોને આશીર્વાદ મળી જાય છે. જો કોઈ ભક્ત આંખની સમસ્યાથી પંડિત હોય તો તે નયનામાતાના દર્શન કરી લે તો તેને જલ્દી જ સમસ્યાથી છુટકારો મળે છે. નયનાદેવીનું અન્ય એક મંદિર હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લામાં પણ આવેલું છે.

જ્વાલાદેવી તીર્થ :
આ તીર્થ હિમાચલ પ્રદેશમાં આવેલા કાંગડાથી 30 કિમીના અંતરે આવેલું છે, જ્વાલામાતાના મંદિરને જોતાવાળી માતાનું મંદિર પણ કહેવામાં આવે છે. અહીં જમીનમાંથી બહાર આવતી નવ જ્યોતની પૂજાનું મહત્વ રહેલું છે. માતા સતીની જીભ આ સ્થાન પર પડી હતી, જેથી તેને જ્વાલાદેવીનું નામ અપાયું છે. મહત્વનું એ છે કે, અહીં આંખનું પૂજન થાય છે, જ્વાલા મંદિરમાં માતાની મૂર્તિ જ નથી

9 જ્વાળાઓ સ્વરૂપમાં નવ દેવીઓના સ્વરૂપો :
જ્વાળા માતા જે ચાંદીના દીવાની વચ્ચે સ્થિત છે તે મહાકાળી 9 જ્વાળાઓમાં મુખ્ય છે. અન્ય આઠ જ્વાળાઓ સ્વરૂપમાં માતા અન્નપૂર્ણા, ચંડી, હિંગળાજ, વિંધ્યવાસિની, મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા અને અંજી માતાની પૂજા જ્વાળાઓ સ્વરૂપમાં કરવામાં આવી છે. માન્યતા પ્રમાણે સૌથી પહેલાં પાંડવોએ અહીં પૂજા કરી હતી.

Leave a Reply

Your email address will not be published.