/

રાજ્યભાની ચૂંટણી પહેલા ભાજપના ધારાસભ્યોને શું કરાયો આદેશ ?

રાજયસભાની ચૂંટણી યોજાવાને પગલે ભાજપમાં બેઠકોનો દોર શરૂ થયો છે. જેમાં ભાજપે પોતાના ધારાસભ્યોને ક્રોસ વોટિંગના થાય તે માટે પણ સર્તકતા દાખવી રહી છે. તેમજ રાજનેતાઓ મીડીયા સમક્ષ બેફામ નિવેદનો આપતા હોય છે. તેનાં માટે પણ ભાજપે પોતાના ધારાસભ્યો પર રોક લગાવી હતી. આગામી દિવસોમાં રાજયસભાનની ચૂંટણી યોજાવવાની છે. જેને લઇને ભાજપ એલર્ટ બનયુ છે. જેમાં આજે ભાજપની ગાંધીનગર ખાતે કમલમમાં ધારાસભ્યોની મીટિંગ મળી હતી. જેમાં ધારાસભ્યો પર ચૂંટણી અંગે કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવીને કેટલીક સૂચનાઓ આપી અમલ કરવા જણાવ્યુ હતું.

ભાજપના ધારાસભ્યોને દિલ્હી હાઇકમાન્ડ દ્વારા શું સૂચના મળી?

  • ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગર આસપાસ રહેવા માટે જણાવ્યુ હતું.
  • કોંગ્રેસનાં કોઇ ધારાસભ્ય સાથે કોઇ જ પ્રકારની ટેલિફોનિક ચર્ચા ન કરવા માટે ભાજપના ધારાસભ્યોને કડક સૂચના અપાઇ છે.
  • મીડિયા સામે પણ જોઇ વિચારીને નિવેદન આપવા માટે પણ જણાવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published.