/

કમલનાથ નો માસ્ટર સ્ટ્રોક શું હશે?

હાલમાં મધ્યપ્રદેશમાં વિધાનસભાના ૨૩૦ સીટ છે. જેમાં ૨ ધારાસભ્યોના નિધન બાદ સીટો ખાલી પડી છે. જેથી ૨૨૮ સીટો છે. જેમાં કોંગ્રેસની ૧૧૪ સીટો છે. જેમાંથી કોંગ્રેસને ૪ અપક્ષ અને ૨ બસપા તથી એક એસપીના ધારાસભ્યોના ગઠબંધનથી કોંગ્રેસે ૧૨૧ ધારાસભ્યો સાથે સત્તા હાંસિલ કરી હતી. ભાજપની વાત કરીએ તો ભાજપ પાસે ૧૦૭ ધારાસભ્યો છે. જેમાં કોંગ્રેસના હાલ સિંધીયાના ૨૦ સહિત ૨૨ ધારાસભ્યોએ રાજીનામું આપી કોંગ્રેસને રામ રામ કહી દીધુ છે. જેથી કોંગ્રેસની પાર્ટીએ જણાવ્યુ હતુ કે, હજુ મુખ્યમંત્રી કમલનાથનો માસ્ટ્રર સ્ટ્રોક બાકી છે. પરંતુ કમલનાથ સત્તા બચાવવા શું પગલા લેશે અથવા તો આગળની યોજના શું છે તેનાં પરથી પરડો પાડયો નથી.આ મુદ્દે મધ્યપ્રદેશ કોંગ્રેસનાં નેતા પીસી શર્માને જયારે પુછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યુ હતુ કે, હજુ કમલનાથનો માસ્ટ્રરસ્ટ્રોક બાકી છે.

પરંતુ ચોક્કસપણે નવી જ વાત કોંગ્રેસની સામે આવશે. થોડા કલાકોમાં કમલનાથનો માસ્ટ્રરસ્ટ્રોક ખબરપડી જશે. પરંતુ હવે જોવાનું એ છે કે કોંગ્રેસના મધ્યપ્રદેશના સીએમ કમલનાથનો માસ્ટ્રરસ્ટ્રોક કોંગ્રેસને બચાવવામાં સફળ થશે કે કેમ?  બીજીબાજુ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ સત્તાને બચાવવા માટે રાજીનામા આપેલા ધારાસભ્યોને ફરીથી કોંગ્રેસ નછઓડવાનાં મનામના કરી રહ્યુ છે. આ ધારાસભ્યોને મંત્રીપદ્દ આપીને ફરીથી કોંગ્રેસમાં જોડાવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ રાજીનામા આપેલા ૨૨ ધારાસભ્યોના હજુ સુધી સતત સંપર્કમાં છે. તેમજ અંદરખાને સમાધાન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાનગી બેઠકો યોજી કોંગ્રેસ નારાજ થયેલા તેમજ રાજીનામા આપેલા ધારાસભ્યોને મનામણા કરી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published.