//

કેવું હશે અમદાવાદ શહેર કોંગ્રેસનું નવું માળખું ? જાણવા માટે અહીં ક્લિક કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પક્ષો આ ચૂંટણી જીતવા અત્યાર થી રણનીતિ ઘડી રહ્યા છે ખાસ શહેરી બેઠકો પર ભાજપનો વર્ષોથી દબદબો રહ્યો છે ત્યારે આ શહેરી બેઠક જીતવા ખાસ મજબૂત વિપક્ષ અથવા તો સત્તા હાંસિલ કરવા કોંગ્રેસે નવી રણનીતિ બનાવી છે.

છેલ્લા 15 વર્ષથી અમદાવાદ કોટપોરેશનની સત્તા થી દૂર રહેલ કોંગ્રેસ આ વખતે સત્તા મેળવવા ખાસ રણનીતિ તૈયાર કરી છે પહેલા પ્રદેશ અને તૈયાર બાદ અમદાવાદ અને સુરત શહેર નું માળખું પ્રદેશ કોંગ્રેસે વિખેરી નાખ્યું છે ત્યારે હવે નવું માળખું જાહેર થશે ત્યારે શહેરી વિસ્તારમાં ભાજપને હરાવવા કોંગ્રેસે વર્ષો જૂની માળખાની ડિઝાઇન બદલી છે.. પ્રદેશની જેમ શહેરનું માળખું પણ નાનું બનાવવાનું નક્કી કરાયું છે

માળખાની ડિઝાઇન
શહેરી વિસ્તામાં ભાજપને હરાવવા કોંગ્રેસે સંગઠનની ડિઝાઇન બદલી..
મહાનગરોમાં કોંગ્રેસ નવી ડિઝાઇન પ્રમાણે સંગઠનની રચના કરશે..
આગામી સમયમાં આવનારી 6 કોર્પોરેશનની ચૂંટણી માટે લેવાયો નિર્ણય..
શહેર પ્રમુખ ઉપરાંત ઝોન પ્રમાણેના પ્રમુખો નીમવામાં આવશે..
અમદાવાદમાં 7 ઝોન પ્રમુખ નિમવામાં આવશે ..
ઝોન પ્રમુખ ઉપરાંત અન્ય ત્રણ કાર્યકારી પ્રમુખો પણ નિમાસે..
સૌ પહેલા અમદાવાદ શહેરમાં નવી ડિઝાઇન મુજબનું માળખું રચાશે..

આગામી 15 ફેબ્રુઆરી આસપાસ જાહેર થનાર શહેર કોંગ્રેસ નવી ડિઝાઇન થી મેદાનમાં આવશે… આ સાતેય ઝોનના પ્રમુખ ઝોન વાઇસ કામ કરી અને શહેર પ્રમુખ ને રિપોર્ટ આપસે.. હજારો કરોડ ના બજેટ છતાં વિકાસ થયો નથી અને ભાજપે આપેલ વચનો પુરા નથી કર્યા ત્યારે આ તમામ મુદ્દાને લઇ કોંગ્રેસ જનતા ની વચ્ચે જશે…

નવી ડિઝાઈન અને નવા માળખા સાથે કોંગ્રેસ મેદાને તો આવશે પરંતુ મહત્વની વાત એ છે કે નવી ડિઝાઇન તો બનશે પણ જૂનો આંતરિક વિખવાદ ભુલાશે??

Leave a Reply

Your email address will not be published.