/

ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે રણજી ટ્રોફીની ફાઇનલ મેચ, રવિન્દ્ર જાડેજાએ શું કહ્યું જુઓ વિડિઓ

આવતીકાલથી રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રણજી ટ્રોફીની ફાઇનલ મેચ રમાવવા જઈ રહી છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ સૌરાષ્ટ્રની રણજી ટીમે શુભેચ્છાઓ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે આવતી કાલથી જે ફાઇનલ મેચ રમાવાની છે તેમાં ટીમ સૌરાષ્ટ્ર અને ટીમ બંગાળ વચ્ચે મેચ રમાશે. ત્યારે ચેતેશ્વર પૂજારાના આગમનથી સૌરાષ્ટ્રની રણજી ટીમનો જુસ્સો અને ઉત્સાહ વધ્યો છે. તો બીજી તરફ ટીમ બંગાળમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે. ત્યારે આવતીકાલથી શરૂ થનાર આ મેચમાં ફાઇનલ જીતવા માટે બંને ટીમો દ્વારા એડીચોટીનું જોર પણ લગાવવામાં આવશે. ત્યારે રવિન્દ્ર જાડેજા એ ટીમ સૌરાષ્ટ્રના ખેલાડીઓને ફાઈનલ મેચ નું પ્રેશર રાખ્યા વગર નેચરલ ગેમ રમવાની સલાહ આપી છે.

Leave a Reply

Your email address will not be published.