ગુજરાત NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ આજે પોતે વિસ્તાર ના વિકાસના કામો માટે આવનારી રાજ્યસભાની ચૂંટણી માં પોતે ભાજપના રાજ્યસભા ના ચૂંટણી માં ભાજપ ના ઉમેદવારને જ પોતે મત આપશે તેવી વાત કરી હતી. કાંધલ જાડેજા ગુજરાત NCPના કુતિયાણાના ધારાસભ્ય છે અને ગત રાજ્યસભાની ચૂંટણી વખતે કાંધલ જાડેજા કોને મત આપશે એવી અવઢવ વચ્ચે કાંધલ જાડેજા એ પોતાનો મત રાજ્યસભા માં ભાજપના ઉમેદવાર ને આપ્યો હતો હાલ કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામાં આપી રહ્યા છે ત્યારે કાંધલ જાડેજાને મનાવવા કોંગ્રેસના નેતાઓ મથામણ કરે તે પહેલા જ કાંધલ જાડેજાએ પોતાનો મત ભાજપને આપશે તેવી જાહેરાત કરતા કોંગ્રેસ હાથ પાર હાથ ધરી ને બેસવું પડી રહ્યું છે જોકે 2014 ની લોકસભા ની ચૂંટણીમાં કાંધલ જાડેજા કોંગ્રેસ સાથે ગઠબંધન કરી ઉમેદવાર તરીકે લોકસભા ની ચૂંટણી લડી ચુક્યા હતા અને હાલ NCPમાં રાણાવાવ-કુતિયાણાના ધારાસભ્ય તરીકે કામો કરે છે કાંધલ જાડેજા રાણાવાવ કુતિયાણા મત વિસ્તાર માં વધુ માં વધુ લોકોના કામો થાય અને ધારાસભ્યોની ગ્રાન્ટ મળતી રહે અને પોતાના મત વિસ્તારમાં વિકાસ થાય તેવા ઉદેશ્ય સાથે હાલ હાથ મિલાવી રહ્યા હોવા નું જણાવી રહ્યા છે.
મહત્વની વાત છે કે વર્ષોથી NCP અને કોંગ્રેસનું ગઠબંધન રહ્યું છે હાલ પણ મહારાષ્ટ્રની સરકારમાં NCP અને કોંગ્રેસ ગઠબંનધનમાં સાથે છે પણ ગુજરાતમાં દર વખતે ઉલ્ટી ગંગા વહી છે.