////

દેશમાં ક્યારે અને કેટલા રૂપિયામાં ઉપલબ્ધ થશે કોરોના વેક્સીન, જાણો વિગતે

વિશ્વ સહિત દેશ આજે કોરોના વાયરસ સામે ઝઝુમી રહ્યોં છે. દેશમાં દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે. જ્યારે હજારોના મોત થઈ રહ્યા છે. તેવા સમયે લોકોની નજર કોરોનાની વેક્સીન પર રહેલી છે. અમેરિકામાં આ વેક્સીન તૈયાર થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે ડિસેમ્બરમાં તેની સપ્લાય શરૂ કરશે. તે દરમિયાન ભારતમાં પણ વેક્સીનની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

વેક્સીન ક્યારે ઉપલબ્ધ થશે

આ વચ્ચે ભારતમાં કોરોનાની વેક્સીન તૈયાર કરી રહેલી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEOએ કહ્યું છે કે આ વેક્સીન ફેબ્રુઆરી સુધી બજારમાં આવી જશે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓક્સફર્ડની કોરોના વેક્સીન એસ્ટ્રેજેનિકાની સાથે મળીને ભારતમાં ટ્રાયલ કરી રહી છે. આ તકે વધુમાં કહ્યું કે 2021ના પહેલા ક્વાર્ટરમાં વેક્સીનના લગભગ 30થી 40 કરોડ ડોઝ ઉપલબ્ધ થઈ જશે. તેઓએ એવું પણ કહ્યું કે સ્વાસ્થ્ય કર્મીઓ અને વૃદ્ધો માટે ઓક્સફર્ડ કોવિડ-19ની વેક્સીન આગામી વર્ષે ફેબ્રુઆરી સુધી અને સામાન્ય લોકો માટે એપ્રિલ સુધી ઉપલબ્ધ થવી જોઈએ. વધુમાં જણાવતાં કહ્યું કે 2024 સુધી દરેક ભારતીયને વેક્સીન આપાઇ ચૂકી હશે.

વેક્સીનની કિંમત શું હશે ?

CEOએ વધુ કહ્યું હતુ કે આ વેક્સીનની કિંમત જો આંકવામાં આવે તો ભારતમાં વધુમાં વધુ 1000 રૂપિયા હશે. વેક્સીનના બે ડોઝ લેવા પડશે. દરેક ડોઝની કિંમત 500 રૂપિયાથી 600 રૂપિયાની વચ્ચે હશે. જ્યારે સરકાર તરફથી આ બંને ડોઝ સામાન્ય લોકોને આશરે 440 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારને દરેક ડોઝ 3થી 4 ડૉલરમાં આપવામાં આવશે. હાલ સરકાર તરફથી તેની કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.

કેટલો સમય લાગશે

ભારતમાં દરેક વ્યક્તિને વેક્સીનના ડોઝ આપવામાં 2થી 3 વર્ષ સુધીનો સમય લાગી જશે. આ માત્ર સપ્લાયમાં મુશ્કેલીના કારણે નહીં પરંતુ બજેટ, વેક્સીન, માળખાકિય સુવિધાની જરૂર પડશે.

આ તકે વધુમાં કહેતા જણાવ્યું છે કે અનેક કંપનીઓએ ટ્રાયલમાં સારા પરિણામને જોતાં જ મોટાપાયે વેક્સીનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. જેથી મોટા દેશોની વચ્ચે તો તેની ખરીદી અને સોદાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવામાં ભારતે પણ 150 કરોડથી વધુ ડોઝ ખરીદવા માટે એડવાન્સ બુકિંગ કરાવી દીધું છે. એક પ્રાઇવેટ રિપોર્ટ મુજબ, કોવિડ-19 વેક્સીન ડોઝ ખરીદવાના મામલામાં ભારત ત્રીજા નંબર પર છે.

Leave a Reply

Your email address will not be published.