/

શું તમને બોર્ડની પરીક્ષા આપશો તો આ સમાચાર તમારા માટે ગેરરીતિ રોકવા શિક્ષણ બોર્ડે નવા નિયમો બનાવ્યા

ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષામાં હવે ગણતરીનાં જ દિવસો બાકી છે. જયારે બોર્ડ દ્વારા ગેરરિતી રોકવા માટે ચુસ્ત કાયદાઓ બનાવવામાં આવ્યા છે. જેમાં બોર્ડે પરીક્ષાઓ પહેલા ૩૩ પ્રકારની ગેરરીતી અને ગુનાઓનું લિસ્ટ જાહેર કર્યુ છે.  બોર્ડની પરીક્ષામાં કોપી કેસના કિસ્સાઓ વધી રહ્યા છે. જેને ડામવા માટે બોર્ડે વિધાર્થીઓ સામે બાજ નજર રાખવા માટે સીસીટીવી કેમેરા તેમજ વિધાર્થીઓને પરીક્ષાખંડમાં પ્રવેશ આપતા પહેલા તેમનું ચેકિંગ કરવામાં આવે છેે તેનાં બીજા ૩૩ નિયમો બોર્ડે બનાવ્યા છે. તેમજ જો કોપી કરતા કે કાપલીઓ સાથે જે વિધાર્થીઓ પકડાશે તેનું પરીક્ષાનું પરિણામ રદ થશે.

ગુજરાત માધ્યમિક બોર્ડે શું કાયદા બનાવ્યા જાણો?

 • ૧.સંચાલક, નિરીક્ષક કે બોર્ડ તરફથી સૂચનાઓ વિધાર્થી અમલ ના કરેતો તાકીદ આપ્યા બાદ તે વિષયની પરીક્ષામાં સુચના આપવા સુધી ઉત્તરવહીમાં બે લાઇન દોરી સૂચનાનો અમલ કર્યો નથી તેવી સહી કરી વિધાર્થીને ઉત્તરવહી લખવા આપવી અથવા તે વિષયનું પરિણામ રદ્દ કરવું
 • ૨.સુચના આપવા છતાં પરીક્ષા ખંડમાં પરીક્ષાર્થી બીજા પરીક્ષાર્થીને મૌખિક વિગતો આપે તો ગેરરીતી અને તે વિષયનું પરિણામ રદ્દ કરવામાં આવશે.
 • ૩.મદદ કરવાની વિંનતી સાથે ઉત્તરવહીમાં ચલણી નોટ જોડી હોય તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ્દ કરીને અન્ય પરીક્ષાઓમાં બેસવા દેવામાં આવશે નહીં.
 • ૪.તેવી જ રીતે જો વિધાર્થી ઉત્તરવહીમાં વિધાર્થી પાસ કરવા શિક્ષકને વિનંતી સાથે લાલચ આપતું લખાણ લખી સરનામુ આપે તો તે વિષયનું પરિણામ રદ્દ થશે.
 • ૫.પરીક્ષાર્થીને પાસ કરવા તેના વાલી કે સંબંધી મિત્રો જવાબવહીમાં માર્કસ વધારી આપવા પરીક્ષકનો સંપર્ક સાધે તેને લાંચ આપે અથવા લલચાવવાનો પ્રયાસ કરે તો સમગ્ર પરીક્ષાનું પરિણામ રદ્દ થશેય
 • ૬.પરીક્ષા દરમિયાન વિધાર્થી પાસે સંબંધીત વિષયને લગતી કાપલી, માર્ગદશિકા, ટેકસબુક, નકશો અથવા સાહિત્યમાંથી લખ્યુ હોય તો પરીક્ષાના તમામ વિષયોનાં પરિણામ રદ્દ થશે.
 • અન્ય કેટલા કિસ્સાઓમાં પરિણામ રદ્દ થશે.
 • ૭.જો વિધાર્થી પરીક્ષાખંડમાંથી પશ્વપત્ર બહાર ફેંકી દેશે ત્યારે પરિણામ રદ્દ થશે.
 • ૮.પરીક્ષાખંડમાં પૂરવણી ફાડી નાંખશે તો પરિણામ રદ્દ થશે.
 • ૯.વિધાર્થીાચાલુ પરીક્ષામાં અનધિકૃત વ્યકિતને મળશે ત્યારે પણ પરિણામ રદ્દ થશે.
 • ૧૦.જો વિધાર્થી ઉત્તરવહી કે પુરવણી ખંડની બહાર લઇ જશે ત્યારે પરિણામ રદ્દ થશે.
 • ૧૧.પરીક્ષા સ્શળે વિધાર્થી ગેરવર્તન કરશે ત્યારે પરિણામ રદ્દ થશે.
 • ૧૨.પરીક્ષાખંડમાં વિધાર્થી મારામારી કે હિંસા ઘાતક હથિવાર લઇને આવશે તો પરિણામ રદ્દ થશે.
 • ૧૩.જો વિધાર્થી સામૂહિક ચોકી કે કોપી કરશે તો પરિણામ રદ્દ થશે.
 • ૧૪.જો વિધાર્થી સીસીટીવી ફુટેજમાં અન્ય વિધાર્થીને સાંકેતિક ઇશારાઓ કે મૌખિક સંદેશો આપતા દેખાશે તો તે વિધાર્થીનું પરિણામ રદ્દ થશે.
 • ૧૫.જો વિધાર્થી બિન અધિકૃત સાહિત્યા સાથે પકડાશે તો પરિણામ રદ્દ થશે.
 • ૧૬.પરીક્ષામાં વિધાર્થીએ ઇલેકટ્રોનિક ગેજેટનો ઉપયોગ કરવો નહીં. 

Leave a Reply

Your email address will not be published.