
મોટેરા સ્ટેડિયમ ગુજરાત જ નહિ પરંતુ દેશની આન બાણ અને શાન વધારનાર છે કારણે આ ક્રિકેટ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. ત્યારે ટૂંક સમયમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટરો અમદાવાદના મહેમાન બની અને મોટેરા સ્ટેડિયમમાં મોટી મેચ રમતા નજરે પડશે.

BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ સત્તાવાર રીતે જાહેરાત પણ કરી દીધી છે કે હવે મોટેરા સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ યોજાશે. આગામી સીઝનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે–નાઈટ ટેસ્ટ ક્રિકેટ અહીં રમાશે. તેમજ બોર્ડ દ્રારા આ નવા સ્ટેડિયમના ઈંગ્લેન્ડ સાથેની પહેલી પિંક બોલ ટેસ્ટ મેચ માટે પણ આ સ્ટેડિયમ પર મહોર મારવામાં આવી છે.