/

ગુજરાતના ટેટ-2ની પરીક્ષા પાસ કરેલા વિધાર્થીઓને ક્યારે નોકરી :NSUI

ગુજરાતમાં બે વર્ષથી ટેટ-2ની પરીક્ષા પાસ કરીને બેરોજગારની જેમાં આંટાફેરા કરતા વિધાર્થીઓ સરકારી નોકરીની રાહ માં છે સરકાર દ્રારા ભરતી કરવા માં આવતી નથી જેના કારણે શિક્ષણનું સ્ટાર નબળું પડતું જાય છે અને યુવાનોને રોજગારી મળતી નથી આવા મુદ્દે NSUIએ રાજ્યપાલને એક પત્ર પાઠવી રજૂઆત કરી છે અને તાત્કાલિક ભરતી નહિ કરવામાં આવે તો વિધાર્થીઓને સાથે રાખીને ગાંધી ચિંધ્યામાગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. ગુજરાતમાં ટેટ-2ની બે વર્ષ પહેલા પરીક્ષા લેવાઈ ચુકી છે તેવા વિધાર્થીઓ સરકારી નોકરીની રાહ જોઈને બેઠા છે સરકારી નીતિને કારણે વિધાર્થીઓને ખાનગી શિક્ષણ મેળવવું પડે છે સરકાર આવા હસોઇયાર વિધાર્થી કે જેને ટેટ-2ની પરીક્ષા પાસ કરી છે તેવા વિધાર્થીઓની ભરતી કરતી નથી.

બે બે વર્ષ થી સરકાર પાસ થયેલા વિધાર્થીઓને કોઈ જવાબ આપતી નથી જેના કારણે બેરોજગારીનું પરમં વધી રહ્યું છે અને સામાન્ય અને માધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ મેળવી અભ્યાસ કરવો પડે છે તેથી આર્થિક પાયમાલી વધી રહી છે સરકાર ગંભીરતા પૂર્વક વિચાર કરી અને ટેટ-2ના વિધાર્થીઓને સરકારી નોકરી આપે નહીં તોએન NSUI દ્રારા આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનો કરવા પડશે તેવી ચીમકી એન NSUIના ગૌરાંગ મકવાણા એ ઉચ્ચારી છે. 

Leave a Reply

Your email address will not be published.