/

કેશોદ થી અમદાવાદ ડેઇલી ફ્લાઇટ ક્યારે થસે શરુ જાણો

કેશોદ અમદાવાદ વચ્ચે ટ્રૂ જેટ કંપનીના એટીઆર-72સીટરની હવાઈ સેવાનો પ્રારંભ થશે. જેમાં આમદવાદથી સવારે 10 વાગ્યે ફ્લાઇટ ટેક ઓફ થશે અને 11 વાગે કેશોદ એરપોર્ટ પર લેન્ડ કરશે. આગામી તા. 23મી માર્ચથી આ સેવાનો શુભારંભ થવાનો છે. સમગ્ર સોરઠ પ્રદેશમાં આ સેવાથી બહોળો ફાયદો થવાનો છે, પરંતુ આ સેવાથી સૌથી મોટો ફાયદો ગિરનાર રોપ વેને થશે. કારણ કે, અમદાવાદથી ગિરનાર અને જૂનાગઢ આવનારા યાત્રિકોને અને જૂનાગઢથી અમદાવાદ જનારા યાત્રિકોને હવે 8 થી 10 કલાકની લાંબી મુસાફરી નહીં ખેડવી પડે. માત્ર 1 કલાકમાં અમદાવાદથી કેશોદ અને કેશોદથી અમદાવાદ પહોચી શકાશે. આમ, જૂનાગઢનાં કેશોદ એરપોર્ટના કારણે સૌથી વધુ ફાયદો જૂનાગઢને અને ગિરનાર રોપ-વેને તેમજ સોરઠ પંથકના પ્રવાસન સ્થાનોને થશે તેવું હાલની સ્થિતિએ જાણવા મળી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published.