//

જાણો LRD મહિલાઓને ક્યારે મળશે નિમણૂંક પત્ર

રાજકોટમાં બિન અનામત વર્ગની LRD મહિલા ઉમેદવારો ફરી મેદાનમાં ઉતરી આવી છે. LRDની ભરતીમાં 70થી વધુ માર્કસ હોવા છતા નોકરીના ઓર્ડર ન મળતા મહિલા ઉમેદવારોએ રાજકોટના ત્રિકોણબાગ ખાતે હાથમાં ‘ LRD મહિલાઓને ઓર્ડર આપો’ના પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે સમગ્ર મામલે સરકાર એક્સનમાં આવી છે અને ફરી કોઈ આંદોલન ન થાત એ માટે ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે નામદાર હાઇકોર્ટ સમક્ષ અમારા વકીલ દ્વારા સ્ટેટમેન્ટ કરાયું છે આગામી 3 વીકમાં અમે નિર્ણય કરીશું. એટલે હવે આગામી દિવસોમાં ઝડપથી નોકરીના ઓર્ડર આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.