/

ગુજરાત કોંગ્રેસ રાજયસભાના ઉમેદવાર કયારે કરશે જાહેરાત?

આગામી દિવસોમાં રાજયસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઇને ભાજપ-કોંગ્રેસનાં કયાં ઉમેદવારો ચૂંટણી લડશે તે અંગે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે. રાજનૈતિક પાર્ટી કોંગ્રેસ અને ભાજપ રાજયસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં કરી રહી છે.રાજયસભામાં કોંગ્રેસ ઉમેદવારો છેલ્લા દિવસે ફોર્મ ભરશે તેવું સામે આવી રહી છે. કોંગ્રેસમાં છેલ્લા કેટલાક સમયથી આંતરિક જુથવાથ ચાલી રહ્યા છે. જેને લઇને કોંગ્રેસ રાજયસભાની ચૂંટણીમાં કોને મોકલવા એ માટે દુવિધામાં છે. ઉમેદવારની પસંદગીમાં જ્ઞાતિબળ આવી જતાં કોંગ્રેસનાં માથાનો દુઃખાવો બની ગયુ છે. જેમાં પાટીદાર તેમજ ઓબીસી ધારાસભ્યોએ અલગ-અલગ માંગણીઓ કરી છે.

જો કોંગ્રેસ પાટીદાર ધારાસભ્યોની માંગણીઓ પૂરૂ કરી પાટીદાર ધારાસભ્યોને મોકલશે તો ઓબીસી સમાજના ધારાસભ્યો નારાજ થશે. બીજીબાજુ કોંગ્રેસ ઓબીસીની માંગણીઓ સંતોષીને તેમના ધારાસભ્યોને મોકલશે તો પાટીદાર ધારાસભ્યો નારાજ થશેે. જેથી જોવા મળતા એંધાણો મુજબ કોંગ્રેસ ખાનગી બેઠકો યોજીને પાટીદાર તેમજ ઓબીસી ધારાસભ્યોને મનામના કરવામાં પ્રયાસો કરી રહી છે. જોકે ૧૨ માર્ચે રાજયસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. જેમાં કોંગ્રેસનાં બે ધારાસભ્યો રાજયસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરશે. જીેમાં દિલ્હી હાઇકમાન્ડથી ઉમેદવારોના નામ ફાઇનલ થયા બાદ જ ઉમેદવારો માટેનો નિર્ણય લેવાશે. જોકે ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, શકિતસિંહ ગોહિલ, સિધ્ધાર્થ પટેલ, અને કનુ કલસારિયાનું માટે લોબિંગ થયુ છે. 

Leave a Reply

Your email address will not be published.