///

ગુજરાતમાં કયાં લાગવ્યો ટિકટોક પર પ્રતિબંધ જાણો

બનાસકાંઠાનો લખાણી તાલુકોનો ઠાકોર સમાજ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. બનાસકાંઠાના લાખાણી સમાજે ફરી એક વખત ટિકટોક વાપરવા અંગે પ્રકિબંધ લાદયો છે. આનાં પહેલા મહિલાઓ અને દીકરીઓને મોબાઇલ ફોન વાપરવા પર પ્રતિંબંધ મુકયો હતો. તેમજ મેળામાં જવા પર પણ પ્રતિબંધ મૂકયો હતો. આજકાલનાં નવજુવાન તેમજ વૃદ્વાઓને પણ ટિકટોકનું ગાડું વળગયુ છે. જેને લઇને લોકોમાં ટિકટોક પર ફિલ્મી ગીતો પર, હાસ્યાપદ, રમૂજી, કે પછી ફિલ્મી ડાયલોકોનાં વીડિયો બનાવવાનું ઘેલુ લાગ્યુ છે. જેને લઇને બનાસકાંઠાનાં લાખાણી ઠાકોર દ્વાર ટિકટોક વીડિયો બનાવવા પર પ્રતિબંધ મૂકયો છે.

ટિકટોક વાપરવા અંગે પ્રતિબંધનું ફરમાન કર્યા બાદ લાખાણી તાલુકાના ઠાકોર સમાજે જણાવ્યુ હતુ કે, શોશિયલ મીડિયા એપ ટિકટોક પર પ્રતિબંધ મૂકવા માટે ઠાકેર સમાજના આગેવાનોની મીંટીંગ યોજવામાં આવી હતી. મીટિંગ બાદ ઠાકોર સમાજના આગેવાનોએ આ મુદ્દે ચર્ચા વિચારણા કરીને ટિકટોક નહીં વાપરવાનું ફરમાન બહાર પાડયુ છે. ટિકટોક દ્વારા સમાજની છોકરીઓ બદનામ થઇ રહી છે. જેના કારણે ટિકટોક પર પ્રતિબંધ મૂકયો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠાનાં લાખાણી તાલુકાનો ઠાકોર સમાજે મહિલાઓ પર જુદા-જુદા પ્રકારના પ્રતિબંધ મૂકયા છે. લાખાણી તાલુકાના ઠાકોર સમાજ દ્વારા ટિકટોક સામે આ રીતનું ફરમાન લાદતા આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

Leave a Reply

Your email address will not be published.