//

મહાશિવરાત્રીએ કોણે ક્યાં બનાવ્યું રેતીનું શિવલિંગ?

પોરબંદરનો જાણીતો યુવાન જયેશ હિંગળાજીયા આમ તો સામાન્ય વર્ગનો માણસ છે અને રાત દિવસ મજૂરી કામ કરી પોતાના પરિવારને ખુશ રાખે છે પોતાના શોખથી અવાર નવાર રંગબેરંગી કલરમાંથી હજારો વખત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી બનાવ્યુ છે. આ યુવાન છે જયેશ હિંગળાજીયા જેણે અનેક વખત પોતના શરીર પર અલગ અલગ કલરો લગાવી ગાંધીજી બનવાનો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છ. જયારે જયારે રાષ્ટ્રીય તહેવાર કે ધાર્મિક દિવસ હોઈ ત્યારે જયેશ હિંગળાજીયા આમતો જયેશ ગાંધીજી તરીકે જ ઓળખાઈ છે પરંતુ જયેશે આજે પોતાનો યશ કલગીમાં વધુ એક છોગુ ઉમેરવા માટે શહેરના ગોપનાથ મંદિરમાં રેતીના શિવલિંગો બનાવીને પોતાની બેનમૂન કળા લોકો સમક્ષ મૂકી છે.

આજે મહાશિવરાતી ના દિવસે દરેક શિવાલયોમાં ભીડ હોય છે. આ ભીડ માં લોકો જયેશની કલા પણ જોવા એકત્રિત થયા હતા. ગત મોડી સાંજ થી જયેશ અને તેમના સાથી મિત્રો એ ગોપનાથ મહાદેવ મંદિરમાં રેતશિલ્પ ની કળા કરી ત્યારે લોકો પણ જોતાજ રહી ગયા હતા

જયેશ સામાન્ય રીતે કડિયા કામ કરે છે તેથી તેમને પથ્થર અને પ્લાસ્ટર કામનો પૂરતો અનુભવ છે પરંતુ રેતી કામ કરવા માટે તેમને ભોળાનાથની પ્રેરણા મળી અને રાતોરાત  રેતશિલ્પના શિવલિંગ બનાવી પૂજા માં મૂકી દીધા હતા.

2 Comments

  1. આપણા શસ્ત્રો મુજબ રેતી ના શિવલિંગ ની પૂજા ઉત્તમ ગણાય છે બહુ સરસ ધન્યવાદ

Leave a Reply

Your email address will not be published.