//

ભારતમાં કયાંથી મળયું ૩૦૦૦ ટન સોનુ?

ઉત્તરપ્રદેશનાં સોનભદ્વમાં છેલ્લા ૧૫ વર્ષથી જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમ કામ કરી રહી હતી. ટીમે ૮ વર્ળ પહેલા જ સોનભદ્વમાં પહાડોમાં સોનું હોવાનું જણાવ્યું હતું. જેનાં પગલે ૮ વર્ષ બાદ સોનભદ્વમાં રાજયનાં ખનીજ વિભાગે ૩૦૦૦ ટન સોનું પહાડોમાંથી ખોદકામ કરીને કાઢયુ છે. જેને પગલે યુ.પી સરકારે સોનાનો બ્લોકની ફાળવણી પ્રકિયા શરૃ કરી દીધી છે. યુ.પી સરકારે ઇ-ટેન્ડરિંગનાં માધ્યમથી બ્લોકની હરાજી માટે શાશનના સાત સભ્યોની રચના પણ કરી દીધી છે.
સોનભદ્વ જિલ્લાનાં ખનિજ અધિકારી કે.કે રાયે જણાવ્યુ હતુ કે, સોનભદ્વમાં સોનાની સાથે એડાલુસાઇટ, પટવધ ક્ષેત્રમા ંપોટાશ, ભરહરીમાં લોહ આયસ્ક અને છપિયા બ્લોકમાં સિલીમેનાઇડનો ભંડાર મળી આવ્યો છે. સોનભદ્વ જિલ્લામાં યુરેનિયમનો ભંડાર હોવાની સંભાવનાઓ રહેલી છે જેથી તપાસમાં કેન્દ્વીય અને અન્ય ટીમો જોડાઇ છે.

Leave a Reply

Your email address will not be published.