//

મહારાષ્ટ્ર રાજનીતિના સૌથી મોટા સમાચાર શરદ પવારે ઉદ્ધવ ઠાકરેના ક્યાં નિર્ણય સામે વ્યક્ત કરી નારાજગી જાણો

મહારષ્ટ્રમાં ગઠબંધન વાળી સરકાર હાલ ચાલી રહી છે પરંતુ 3 અલગ અલગ વિચારધારા વાળા પક્ષો એક મંચ પર આવ્યા છે એટલે વિવાદો થાય તેમાં કોઈ નવાઈ ની વાત નથી. હાલ મહારાષ્ટ્રમાં ભીમ કોરેગાંવ ના કેશમાં જોરદાર વિવાદ ચાલી રહ્યો છે. યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવામાં આવી છે એનઆઈએને તપાસ સોંપતા વિવાદ થયો અને NCP સુપ્રીમો શરદ પવાર થઇ ગયા નારાજ.

વાત જાણે એમ છે કે મહારાષ્ટ્રમાં ભીમ કોરેગાંવ કેસને લઇ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર સીએમ ઉદ્ધવ ઠાકરેએ કેશની તપાસ એનઆઈએને સોંપતા શરદ પવારે કહ્યું કે યલગાર પરિષદના મામલાની તપાસ એનઆઈએને સોંપવાનો નિર્ણય તો ખોટો હતો જ પણ સરકારે જે મંજૂરી આપી દીધી તેનાથી દુ:ખ થયું છે.

Leave a Reply

Your email address will not be published.