
આગામી દિવસોમાં ગુજરાતની ચાર બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજવાની છે તેના માટે સારા ઉમેદવારને કોંગ્રેસ પક્ષ શોધખોળમાં લાગી ગયું છે ત્યારે હવે એક નવા સમાચાર આવી રહયા છે જે નામ લોકો માટે આશ્ર્ચર્યજનક હશે તે નામ છે ડો.કનુભાઈ કલસરિયા નું કોંગ્રેસ સૌરાષ્ટ્રના ધારાસભ્યોને અટકાવવાં અપનાવી શકે છે નવી રણનીતિ કનુ કલસરિયાના સમર્થકોએ રાજ્યસભાના ઉમેદવાર તરીકે કનુભાઈ કલસરિયાનું નામ આગળ ધર્યું છે રાજ્યસભાની ચૂંટણીમાં કનુ કલસરિયાને મોકલવા માટે સોસિયલ મીડિયા માં એક મુહિમ કનુભાઈ કલસરિયાના સમર્થકોએ શરૂ કરી છે.
જોકે કનુભાઈ એ પણ વાત કરી છે કે હું પક્ષ માં ભલામણ નહીં કરું પરંતુ રાજ્યસભામાં જવાની મારી પુરી તૈયારી છે હાલ હું જે કામ કરું છું તે કામ રાજ્યસભામાં જઈ ને 10 ગણું વધારી દઈશ જોકે હાલ તો રાજ્યસભાની ચૂંટણી લાડવા માટે કોંગ્રેસ માં ઉમેદવારોની લાઈન લાગી છે જોવાનું એ છે કે પક્ષ કોના નામ પર મહોર મારીને મેન્ડેડ આપે છે