/

જાણો ક્યાં પૂર્વ મુખ્યમંત્રીનો સચિવ ફસાયો કરોડોના કૌભાંડમાં

આવકવેરા અધિકારીએ આંધ્રનાં પૂર્વ મુખ્યપ્રધાન એન ચંદ્વાબાબુ નાયડુ અને પૂર્વ સચિન પીશ્રી નિવાસ રાવને ત્યાં દરોડા પાડયા હતાં. તેનાં સિવાય આવકવેરાની ટીમોએ વિજયવાડા, કડપ્પા, વિશાખા પટ્ટનમ, દિલ્હી અને પૂણેમાં મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટકચર જુથોના પરિસદોમાં દરોડા પાડયા હતાં.

હૈદરાબાદમાં ૬ ફેબ્રુઆરીએ એકસાથે ૪૦ સ્થળોએ દરોડા પાડયા હતાં. દરોડામાં ૭૧ લાખ રૂપિયાના દાગીના સહિત રોકડ ૮૫ લાખની કેશ રકમ જપ્ત કરી હતી અને ૨૫થી વધુ બેંક લોકર્સ જપ્ત કર્યા હતાં.  તેમાં આવકવેરાની ટીમે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમાં નકલી સબ કોન્ટ્રાકટર, બોગસ બિલો દ્વારા રોકડ રકમની હેરાફેરી કરનારા મોટા-મોટા જુથનો ખુલાસો કર્યો હતો.

આવકવેરાની ટીમે ચોંકાવનારો ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે, દરોડામાં ઇ-મેઇલ, વોટસએપ મેસેજ જપ્ત કર્યા હતાં. તેમજ ગેરકાયદેસર વિદેશી લેવડ-દેવડની પણ માહિતીઓ આપી હતી. તેમજ રાવની પાસેથી ઇન્ફ્રાસ્ટકચર કંપનીઓએ કેટલીક નકલી કંપનીઓનું કાર્ય સબ કોન્ટાકટર તરીકે કર્યુ છે.

બોગસ લેવડ-દેવડ દ્વારા ૨૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. આવકવેરા અધિકારીઓએ ૬ ફેબ્રુઆરીએ કડપ્પાના ટીડીપી જિલ્લા પ્રમુખ શ્રીનિવાસ રેડ્ડી ઉર્ફે વાસુ અને નાયડુના પૂર્વ સચિવ પી શ્રીનિવાસન રાવના વિજયવાડા અને હૈદરાબાદનાં સંકુલોમાં દરોડા પાડી ૨૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર પાડયું છે. 

Leave a Reply

Your email address will not be published.