//

આપનાં કયા મંત્રીએ શહીદોનાં નામે શપથ ગ્રહણ કર્યા : જાણો

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જવલંત વિજય પ્રાપ્ત કર્યા બાદ આજે કેજરીવાલા સહિત ૬ કેબિનેટ મંત્રીઓના શપથ સમારોહમાં એવા એક ધારાસભ્યએ ધર્મવાદ ના જાતિવાદ કે પછી ના અલ્લાહ કે ના ભગવાન લીધા તો માત્રને માત્ર શહીદોના નામે લીધા શપથ દિલ્હીમાં આમ આદમી પાર્ટીનાં ૬૪ બેઠકો મળી હતી. જેમાંથી કેજરીવાલે પોતાના વિધાયક દળમાંથી ૬ કેબિનેટમંત્રીઓને આજે શપથ લેવડાવ્યા હતાં. આ શપથ સમારોહ દિલ્હીનાં રામલીલા મેદાન ખાતે યોજાયો હતો.

જેમાં આપના ધારાસભ્ય ગોપાલ રાયે શહીદોને યાદ કરીને શપથ લીધા હતાં.સામાન્ય રીતે શપથવિધિ સમારોહમાં શપથ લેતાં પહેલા ઇશ્વર કે અલ્લાહના શપથ લેવડાવવામાં આવે છે. ત્યારે કેજરીવાલ સરકારના મંત્રી ગોપાલરાયે શહીદોને યાદ કરી શ્રદ્વાંજલિ અર્પિત કરી હતી. દેશ માટે બલિદાન આપનાર શહીદોને યાદ કરતા લોકોએ પણ તેમણે વધાવયા હતાં. 

Leave a Reply

Your email address will not be published.