//

આધાર કાર્ડ સાથે તમારો ક્યો નંબર લિંક છે તે જાણવા આટલુ કરો

આધાર કાર્ડ એ ખૂબ જ મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UADAI) દ્વારા જારી કરાતો આધાર કાર્ડ શાળામાં બાળકોના એડમિશનથી લઇને તમામ સરકારી યોજનાઓ હેઠળ મળતા લાભ લેવા માટે અનિવાર્ય છે. આધાર કાર્ડમાં નાગરિકની બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક માહિતી સામેલ હોય છે.

આધાર સાથે કાર્ડધારકનો મોબાઇલ નંબર પણ લિંક હોય છે. મોટેભાગે લોકોને મૂંઝવણમાં હોય છે કે તેમના આધારકાર્ડમાં કયો મોબાઇલ નંબર રજીસ્ટર થયેલો છે. હકીકતમાં લોકો સમયાંતરે તેમનો મોબાઇલ નંબર બદલતા રહે છે અને આવી સ્થિતિમાં તેઓને યાદ નથી રહેતું કે આધાર સાથે કયો મોબાઇલ નંબર રજીસ્ટર થયેલો છે. પરંતુ કાર્ડ ધારકો સરળતાથી જાણી શકશે કે તેમના આધારમાં કયો મોબાઇલ નંબર નોંધાયેલો છે. તો જાણો કઇ રીતે

સૌ પ્રથમ uidai.gov.in સાઇટ ઓપન કરવી જેમાં ‘My Aadhaar’ને સિલેક્ટ કરી ‘Verify Email/ Mobile Number’ પર ક્લિક કરતા જ નવું પેજ ખુલી જશે. જેમાં 12 અંકનો આધાર નંબર અને કેપ્ચા દાખલ કરો. ત્યારબાદ મોબાઇલ નંબર દાખલ કરી મોબાઇલ પર ઓટીપી મોકલો.

માત્ર આટલું કરતા જે મોબાઇલ નંબર તમે દાખલ કર્યો છે, જો તે આધાર સાથે લિંક થયેલો છે, તો પ્રોસેસ આગળ વધશે, જો આમ નહીં થાય તો સ્ક્રિન પર માહિતી દેખાશે કે ડેટા યુઆઈડીએઆઈ ડેટાબેઝ સાથે મેચ થતી નથી. તેનાથી તમને જાણ થઇ જશે કે તમારો કયો મોબાઇલ નંબર આધાર સાથે લિંક નથી.

Leave a Reply

Your email address will not be published.