/

ટ્રમ્પના આગમનથી કયાં રસ્તાઓ બંધ રહેશે અને કયાં ચાલુ રહેશે?

અમદાવાદમાં ૨૪ ફેબ્રુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્વમોદી તેમજ અન્ય મહાનુભાવો મોટેરા સ્ટેડિયમ સહિતનાં અલગ-અલગ સ્થળોએ મુલાકાત લેવાનાં છે. જેને લઇને અમદાવાદ પોલિસ કમિશ્નર આશિષ ભાટિયાએ કેટલાક માર્ગો પર વીઆઇપી લોકો પ્રસાર થવાનાં છે તેવા માર્ગોને ડાયવર્ઝન કર્યા છે અને જેનાં વિકલ્પ રૃપે અન્ય માર્ગો પરથી પ્રસાર થવાની વ્યવસ્થાઓ કરી છે. ખાસ કરીને પ્રતિબંધિત માર્ગ તરીકે જનપથ-ટી થી મોટેરા સ્ટેડિયમ મપખ્ય ગેટ કૃપા રેસિડન્સીથી મોટેરા સ્ટેડિયમ તરફનો માર્ગ, કોટેશ્વરટી થી સોમનાથ ફાર્મ થઇને કૃપા રેસિડન્સી સુધીનો માર્ગ દેવર્ષ ફલેટટી થી શરણ સ્ટેશન થઇને આશારામ ચાર રસ્તાથી કલબ હાઉસ સુધીનો માર્ગ તથા સરદાર પટેલ રીંગરોડ પ્રતિબંધિત જાહેર કરાયેલ છે. જેની વૈકલપિત વ્યવસ્થાઓ માટે વાહન ચાલકો અપોલો સર્કલ થઇને તપોવન સર્કલ થઇને વિસતટી થી ઓએનજીસી ચાર રસ્તાથી જનપથટી સુધીનો માર્ગ પર અવર-જવર કરી શકાશે. મોટેરાથી થઇને રિંગરોડ તરફ અવર-જવર કરી શકાશે તેમજ વાહનોની આવન-જાવન શરૃ કરી કાશે. જયારે ગ્લોબસટીથી ઇન્દિરા બ્રિજ સર્કલથી એરપોર્ટ સર્કલનો માર્ગ પ્રતિબંધિત જાહેર કરેલ છે. તેની સામે નોબલનગરટી તરફથી નાના ચિલોડા રિંગરોડ તથા ગેલેસી અંડર બ્રિજ તરફ નરોડા પાટિયા તરફ અવર-જવર માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. શાહીબાગથી ડફનારાથી એરપોર્ટ સુધીનો માર્ગ પ્રતિબંધિત જાહેર કર્યો છે. તેની સામે શાહીબાગ ડફનાળાથી ઘેવર સર્કલ તરફ શાહીબાગ અંડર બ્રિજ તરફ અવર-જવર માટે ખુલ્લો રખાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે કેટલાક રસ્તાઓને પ્રતિબંધિત અને વેકપ્પિત રસ્તોઓ માટે જાહેરનામુ પ્રસિદ્વ કર્યુ છે અને પાર્કિગ કરવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ જાહેરનામુ ૨૦ ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્વ કરવામાં આવ્યુ છે. જેની અમલવારી વીવીઆપીના આગમન સમયમાં અમલમાં રહેશે. જાહેરનામું ભંગ કરનારની સામે જાહેરનામા ભંગની કલમ ૧૮૮ તથા કલમ૧૩૧ મુજબ ફરિયાદ માટે પોલીસ કમિશનરને સત્તા અધિકાર આપ્યા છે.

Leave a Reply

Your email address will not be published.