બજેટના દિવસે બજાર સંબંધિક કોઈ મોટી જાહેરાતો ન થઈ હોવાના કારણે ભારતીય બજારમાં મોટો કડાકો જોવા મળ્યો હતો, જોકે આજે સારી રિકવરી સાથે કારોબાર નોંધાયો. બજારના નિષ્ણાતો મુજબ સરકારે બજેટમાં દરેક ક્ષેત્રના નિયમોમાં ફેરફાર કરવાના કારણે સુસંગતતા નથી રહી, સાથે જ હવે ટેક્સ યોજનાને લઈ લોકોમાં મુંજવણ વધી રહી છે.

જોકે સરકારે ઇન્ફ્રાસ્ટ્રચરને બૂસ્ટ આપવા માટેના જે પગલાં ભર્યા છે તે આવકાર્ય છે, પણ સરકારે ટેક્સ કમ્પ્લાયન્સમાં ફેરફાર લાવવો જોઈએ જેથી મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં સુધારો જોવા મળે.સાથે જ જો અમુક બ્રોકરેજ હાઉસના રિપોર્ટ મુજબ DDT દૂર કરવાથી અમુક કન્ઝ્યુમર અને IT શૅર્સને ફાયદો થશે, કોટક ઇક્વિટી મુજબ લાંબાગાળા માટે જુબિલન્ટ ફુ઼ડ્સનો પોર્ટફોલિયોમાં સવાવેશ કરવો જોઈએ, તો IDBI કેપિટલ મુજબ મિનીસ્ટ્રી રૉડ્સમાં 10% વધુ ફાળવણીથી ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ પણ રોકાણ માટે સારા દેખાઈ રહ્યા છે.

રેલવે સંબંધિત જાહેરાતોને જોતા IRCTC, RITS, IRCON, KEC જેવા સ્ટોક્સમાં પણ લાંબાગાળાનું રોકાણ કરવું ફાયદાકારક લાગી રહ્યું છે જ્યારે મ્યુચ્યુઅલ ફંડના મેનેજમેન્ટ મુજબ હવે PSU બેન્ક, ટેલિકોમ અને ઓટો સેક્ટરમાં રોકાણ કરવું જોઈએ.