//

IBના આતંકી હુમલાના ઇનપુટના પગલે કયા રાજ્યના CM પર થઇ શકે છે હુમલો :જાણો

આાગામી ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાત પ્રવાસે મહેમાનગતિ માણવા આવી રહ્યા છે. તેવાં સમયે જ આઇબીને મળેલી ખાનગી બાતમીના આધારે જણાવ્યુ હતુ કે, ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથ પર આંતકવાદી હુમલો થવાની આશંકા છે.

આ હુમલાખોરો પ્રેસ રિપોટરોના સ્વાંગમાં આવી શકે છે સાથે જ તેવી માહિતી મળી છે કે હુમલાખોરો ગોરખનાથ મંદીરમાંથી હુમલો કરી શકે છે. આવી માહિતીને પગલે મંદીર પરિસરની સુરક્ષા શશસ્ત્ર દળોથી તૈનાત કરી દેવામાં આવી છે. સાથે એવુ પણ નક્કી કરવામાં આવ્યુ છે કે મુખ્યમંત્રીના કાર્યકમમાં એક જ પત્રકારો પોલીસ પ્રમાણિત પ્રમાણપત્ર હશે અને એલઆઇયુ બાદ જ તેમણે પ્રમાણપત્રો આપવામાં આવશે .

અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ ગોરખનાથ મંદીરમાં સરળતાથી મળી શકે છે જેનો આંતંકવાદીઓ લાભ લઇ શકે છે. જોકે, પોલીસ અને પ્રસાધન ભાગે આ બાબતને ગંભીરતાથી લીધી છે અને પત્રકારોનાં ફોટાવાળા ઓળખપત્રો તૈયાર કરવામાં આવ્યા છે જે ટુંક સમયમાં જ ઉપલબ્ધ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.