અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ના મેલેનિયા સાથે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તે પહેલાaઆતંકી સંગઠને વિડિઓ વાઇરલ કર્યો છે.

જૈશ-એ-મોહંમ્મદએ વીડિયોમાં પવિત્ર ગ્રંથ કુરાન શરીફની આયાતનો હવાલો આપીને કહેવામાં આવ્યુ છે કે, જો કોઇએ હત્યા કરી છે તો તેને માફ નહીં કરવામાં આવે . લોકો બદલો લેવાની જે હોય છે ન્યાય સાથે તેનું પણ જીવન છે જેથી તમે ડરી શકો અને કોઇ ગુનો ના કરો .

વીડિયોમાં વધુમાં બદલો લેવાની વાત કરી છે. જેમાં એવું કહેવામાં આવ્યુ છે કે, જે રીતે તમે મુસ્લિમોને પરેશાન કર્યા અને તેમના ઘર સળગાવયા છે એ બધાનો બદલો લેવામાં આવશે. વીડિયો વાયરલ કરી આંતકી સંગઠને ધમકીઓ આપી છે. વીડિયોને જોતા સ્પષ્ટ થઇ રહ્યુ છે કે પાકિસ્તાન ટ્રમ્પના પ્રવાસમાં કાશ્મીરીઓ કલમ ૩૭૦ હટાવ્યા બાદ ખુશ નથી તેવું બતાવવા માંગે છે.