////

US Election 2020: ભારત માટે ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઈડેનમાંથી કોની જીત લાભકારક…

અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોની ઘડી હવે નજીક આવી ગઈ છે. ત્યારે આગામી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઈડેન બનશે એ જલદી નક્કી થઈ જશે. આ પરિણામમાં પ્રત્યક્ષ રીતે ભાગીદારી ભલે અમેરિકનોની દેખાતી હોય પરંતુ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અમેરિકામાં રહેતા ભારતીય મૂળના અમેરિકનોને કોઈ પણ નજરઅંદાજ કરી શક્યું નથી. અમેરિકાના હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોય કે ડેમોક્રેટ ઉમેદવાર જો બાઈડેન બંને તરફથી ભારતીયોને લોભાવવાના પ્રયત્નો સતત થઈ રહી છે. ભારતીય પરંપરાઓ, રીતિ રિવાજો, પૂજાપાઠ અને ખાણીપીણી સુદ્ધા બધુ અમેરિકી ચૂંટણીમાં જોવા મળ્યું. ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે, ચૂંટણી બાદ અમેરિકાની થાળીમાં ભારત માટે શું?

આ અંગે જાણકારોનું માનવું છે કે, ટ્રમ્પ કે બાઈડેન જે પણ જીતે પરંતુ ભારત સાથેના સંબંધો પર કોઈ અસર પડવાની નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન અને મોદી સરકાર વચ્ચે બનેલા સારા સંબંધો કોઈથી છૂપાયેલા નથી. હ્યુસ્ટનનો ‘હાઉડી મોદી’ કાર્યક્રમ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતાનો સાક્ષી છે. ટ્રમ્પે ચૂંટણી પ્રચાર વખતે પણ આ વાતનો અનેકવાર ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ ટ્રમ્પનો ભારત પ્રવાસ ગુજરાત હોય કે તાજમહેલના દીદાર મોદીએ મિત્ર ટ્રમ્પની મિજબાનીમાં કોઈ કસર છોડી ન હતી.

તો બીજી બાજુ અમેરિકાના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનનો રેકોર્ડ પણ ભારત સાથે સારા સંબંધોનો સારો રહ્યો છે. બાઈડેનના બરાક ઓબામાના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ઉપ રાષ્ટ્રપતિ તરીકે મજબૂત ભારત-અમેરિકા સંબંધોની વકિલાત કરવાનો એક મજબૂત રેકોર્ડ છે. ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ સંધિ પાસ કરવા અને દ્વિપક્ષીય વેપારમાં 500 અબજ અમેરિકી ડોલરનું લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં બાઈડેને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published.