/////

WHOએ આપી ચેતવણી: આવનારા કેટલાક મહિનામાં કોરોનાની સ્થિતિ વણસી શકે છે

કોરોના વાઇરસે વિશ્વ સહિત દેશ અને રાજ્યમાં પગ પેસારો કરી લીધો છે. આ વચ્ચે દેશમાં કેટલાક દિવસથી કોરોના સંક્રમિત કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. પરંતુ તેમ છતા પણ WHOએ ચેતવણી આપી છે. કહ્યું છે કે આવનારા કેટલાક મહિનાઓમાં કોરોનાનો ખતરો બની શકે છે.

WHOએ કહ્યું કે ધરતીના ઉત્તર ભાગમાં સ્થિતિ ખરાબ છે. આવનારા કેટલાક મહિનામાં સ્થિતિ વધુ કપરી થઈ શકે છે. WHOના ચીફએ ભાર પૂર્વક કહ્યું કે વર્તમાન હાલતમાં કોઈ પણ પ્રકારની ‘ડ્રિલ’ નથી. તેઓએ એમ પણ કહ્યું કે કેટલાક દેશ ખતરનાક રસ્તા પર ચાલી રહ્યા છે. ટેડ્રોસે વધુમાં કહ્યું કે અમે આગળ જતા અનઈચ્છનીય મૃત્યુ, જરુરી સ્વાસ્થ્ય સેવાને ધ્વસ્થ થવા તથા સ્કૂલોને ફરી બંધ કરવા જેવી સ્થિતથી બચવા માટે નેતાઓને તાત્કાલીક પગલા ભરવા અપીલ કરીએ છીએ.

WHO ડૈશબોર્ડના જણાવ્યાં અનુસાર શુક્રવાર સુધીમાં કોરોનામાં વૈશ્વિક સ્તર પર મૃત્યુ પામનારાઓની સંખ્યા 11.34 લાખ પર પહોંચી છે. જ્યારે સંક્રમણના કેસ 4.15 કરોડ આંકને પાર પહોંચ્યાં છે. આ કેસને લઇ જોતા કેટલાક દેશમાં વૈશ્વિક મહામારીની બીજી લહેર દેખાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published.