//

કોના ઇસારે વર્ગ વિગ્રહ? કોળી સમાજ રાજકીય આગેવાનીમાં કયાં બોલાવી બેઠક : જાણો

ગુજરાતમાં વિવાદીત એલઆરડી પરિપત્રના વિવાદમાં હવે કોળી સમાજે પણ ઓબીસી સમાજની દીકરીઓને ન્યાય અપાવવા સરકાર સામે મોરચો માંડશે. આ મામલે સોમવારે ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ છે.

વિવાદીત એલઆરડી પરિપત્ર મામલે કોળી સમાજનાં પ્રમુખ ચંદ્વવદન પિઠાવાલાએ પરિપત્રને લઇને સરકાર સામે બાયો ચઢાવી છે. પિઠાવાલાએ ગાંધીનગરમાં ૬૭ દિવસથી એલઆરડી ભરતીનાં વિવાદમાં થયેલા ઠરાવને કારણે આંદોલન કરી રહેલી ઓબીસી સમાજની દિકરીઓને ન્યાય અપાવવા માટે જાહેરહિતમાં સરકાર સામે મોરચો માંડી લડી લેવા માટે આહવાન કર્યુ છે.

સરકાર સામે મોરચો માંડવા સોમવારે કોળી સમાજનાં આગેવાનો ડો. બાબાસાહેબ આંબેડકર ભવન પાસે ૧૨ વાગ્યાથી ૪ વાગ્યા સુધી આંદોલન કરી રહેલી મહિલા ઉમેદવારોના સર્મથનમાં અને સરકારના ઠરાવ સામે લડત લડવા બેઠકનું આયોજન કર્યુ છે. જેમાં ભાજપનાં આગેવાનો હાજર રહે તેવી પુરી શકયતાઓ છે.

ઉલ્લેખનીય છે કે, એલઆરડીના વિવાદીત પરિપત્રનો વિવાદ વધુ વકરી રહ્યો છે. સરકાર એક તરફ બેઠકો પર બેઠકો યોજી રહી છે અને સમાધાન કરવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ હજી સુધી આ મામલે કોઇ સમાધાન થયુ નથી. ગુજરાત સરકાર દ્વારા કરાયેલા ૨૦૧૮નો પરિપત્ર ગેરબંધારણીય ઠરાવ કરવામાં આવ્યો છે.

જે ગરીબોનાં અધિકાર પર તળાપ મારનાર અને અન્યાય કરનાર છે. જેનો ૨ મહિનાથી વધુ સમયથી વિરોધ થઇ રહ્યો છે. સરકારે આંદોલન કરી રહેલા ઉમેદવારોને લોલીપોપ આપી કહ્યુ હતુ કે, ઠરાવમાં સુધાર કરવામાં આવશે અને રદ્દ કરવામાં આવશે પરંતુ પરિપત્રમાં કેવા અને શું ફેરફાર કરાશે ? તેવું સરકારે જણાવ્યુ નહતું. જેથી સરકારે પરિપત્રના ફેરફારનો હજીસુધી કોઇ યોગ્ય નિર્ણય લીધો નથી.

Leave a Reply

Your email address will not be published.