/

ગુજરાત યુનિવર્સીટીનો તાજ કોના શિરે કાઉન્ટ ડાઉન શરુ

ગુજરાત યુનિવર્સિટી સેનેટ વેલ્ફેર ચૂંટણીનું આજે બપોરે ૧ વાગયા સુધીમાં પરિણામ જાહેર થવાનું છે. ગુજરાત યુનિવર્સિટીનાં ભાષા ભવનમાં મતગણતરી હાથ ધરવામાં આવી છે. મતગણતરીમાં ગેરરીતી તેમજ કોઇ અઘટિત ઘટના ના ઘટે તેને રોકવા માટે પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૃ થઇ છે. ABVP અને NSUIના ૨૪ વધુ ઉંમેદવારો વચ્ચે જંગ છેડાઇ છે. ગુજરાત યુનિવર્સિટીની વેલ્ફેરની ચૂંટણી ૪ વર્ષ બાદ યોજાઇ છે. જેનું શું પરિણામ આવશે કોણ જીતશે? તેને લઇને વિધાર્થીઓ તેમજ કાર્યકતાઓમાં ઉત્સાહ જોવા મળયો છે.

તેમજ જંગ છેડાઇ છે. ગઇકાલે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ વેલ્ફેર ચૂંટણી યોજાઇ હતી. જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી છે. ચૂંટણીમાં અમદાવાદ સહિતના ૨૫ સેન્ટરો પર મતદાન યોજાયું હતું. ગઇકાલે શહેરમાં આવેલી રાષ્ટ્રભાષા કોલેજમાં ચૂંટણી દરમિયાન NSUI તેમજ એબીવીપીના કાર્યકરો સામે-સામે આવી જતા બંને કાર્યકતાઓએ સામ-સામે પત્રિકાઓ ફેકી હતી. જેના કારણે મામલો બિચકાયો હતો. જયારે બંન્ને પક્ષોએ એકબીજા વિરુદ્વ નારાબાજી કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published.