
અમદાવાદનાં જાસપુર ખાતે મા ઉમિયાનું ભવ્ય મંદીરનું નિર્માણ પામવા જઇ રહ્યુ છે. ૧૦૦૦ કરોડના ખર્ચે આ મંદીર બનવાનું હતું. આ મંદીર માટે ૨ કલાકમાં ૧૩૬ કરોડનું દાન આવી ગયું હતું. મંદીરનાં નિર્માણંમાં નારણભાઇ પટેલ અને મંગળભાઇ પટેલ જે મૂળ મહેસાણાના નદાસાના વતની છે તેમણે ૫૧ કરોડ રૂપિયાનું દાન આપ્યુ હતું. જયારે શનિવારે મંદીરનાં શિલન્યાસ સમારોહનું સમાપન થઇ રહ્યુ હતું. ત્યારે મંદીરનાં નિમાયેલી ટ્રસ્ટે મંદીર પાછળ થયેલા ખર્ચ તેમજ દાનમાં આવેલા પૈસાની ગણતરી કરી હતી. જેમાં ટ્રસ્ટને જાણ થઇ કે મંદીર માટે ૪૦ કરોડ રૂપિયા હજી પણ ઓછા પડે છે. જેથી મુખ્ય સંયોજક આર.પી પટેલે મંચ પર જઇને જણાવ્યુ કે, ૪૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા ઓછી પડી રહી છે.
તે સાંભળતાજ ૧૭ મિનિટમાં ૪૦ કરોડ રૂપિયાનું દાન આવી ગયું હતું. વિશ્વ મા ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદનાં જસપુર ખાતે નિર્માણ પામનારા વિશ્વના સૌથી ઉંચા અને ભવ્ય ઉમિયા માતાજીના મંદીરનો શિલાયન્યાસ સમારોહ યોજાયો હતો. શિલાન્યાસના સમારોહમાં લાખો ભકતો, દેશભરનાં સાધુ-સંતો, ધમર્ચાયોની ઉપસ્થિતિમાં ૫૧ હજારથી ૫૧ કરોડ સુધીના દાતાઓનાં હસ્તે મા ઉમિયાના ૪૩૧ ફૂટ ઉંચા ભવ્યથી અતિ ભવ્ય મંદીરનો શિલાન્યાસ કર્યો હતો.