/

રાજ્યસભાની ચૂંટણીમાં કોણ હશે ભાજપના મુરતિયા જાણો

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલ બેઠકો માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 13 માર્ચે છે.ત્યારે હવે ઉમેદવારો માટે ભાજપ અને કાંગ્રેસ એમ બન્ને પાર્ટીઓ દ્વારા મંથન ચાલુ કર્યું છે.જો ભારતીય જનતા પાર્ટીની વાત કરવામાં આવે તો હજુ સુધી પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ ની બેઠક મળી નથી.પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રદેશ નેતુત્વ એ કેન્દ્રીય પાર્લામેન્ટ્રી બોર્ડ જે પણ ઉમેદવારને પસંદ કરશે તેમને જીતાડશે. ભાજપ હજુ પણ અસમંજસ માં છે કે બે બેઠકો પર ઉમેદવાર ઉભા રાખવા કે ત્રણ બેઠક પર પરંતુ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપનો એક ઉમેદવાર એ દલિત સમાજમાંથી જ્યારે બીજો ઉમેદવારએ કિશાન મોર્ચા માંથી હોય શકે છે.

જો દલિત સમાજની વાત કરવામાં આવે તો દલિત સમાજના ધર્મ ગુરુ અને વર્તમાન રાજ્ય સભાન સાંસદ શંભુ પ્રસાદ ટૂંડિયાને ફરી થી રાજ્ય સભામાં મોકલે તેવી પુરી શકયતા છે. તે ઉપરાંત રમણલાલ વોરા અને આત્મારામ પરમાર પણ રાજ્યસભામાં ની બેઠક પર મજબૂત દાવેદાર છે. તો કિશાન મોર્ચાની વાત કરવામાં આવે તો પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાનું નામ પણ હાલ રાજ્યસભા માટે આગળ ચાલી રહ્યું છે.

ગોરધન ઝડફિયાએ વર્ષે 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશમાં ખૂબ સારું પરિણામ અપાવ્યું હતું. ભાજપમાં ફરીથી જોડાયા બાદ હાલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના વિશ્વસુ માનવામાં આવે છે.તો પ્રદેશ ભાજપ કિસાન મોર્ચાના અધ્યક્ષ બાબુ જેબલિયા પણ રાજ્ય સભાની બેઠક માટે મજબૂત દાવેદાર માનવામાં આવે છે.બાબુ જેબલિયા પણ નરેન્દ્ર મોદીના ખૂબ વિશ્વસુ માનવામાં આવે છે. રાજ્યસભા ની ચૂંટણીને લઈ હાલ તો પ્રદેશ ભાજપનું આંતરિક રાજકારણએ ગરમાયુ છે.ત્યારે હવર જોવાનું એ રહશે કે પાર્ટી દ્વારા ક્યાં ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published.