///

દિલ્હીની કેજરીવાલની કેબિનેટમાં કોને મળશે સ્થાન ?

દિલ્હી વિધાનસભાની ચુંટણીનું પરિણામ આવી ગયુ હતું. બહુમત સાથે આમ આદમી પાર્ટી ચુંટાઇ આવી છે જયારે હવે કેજરીવાલની સરકાર બનવા જઇ રહી છે જેમાં કયાં કયાં મંત્રીને સ્થાન મળશે તેના પર સૌની મીટ મંડાળી છે. ૧૬મી ફેબ્રુઆરીએ કેજરીવાલ સહિતના ચુંટાયેલા નેતાઓ અને ધારાસભ્યો શપથ ગ્રહણ કરશે જેમાં મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલા શપથ લેશે સાથે-સાથે મનિષ સિસોદીયા, સત્યેન્દ્વ જૈન, ગૌપાલ રાય, કૈલાશ ગૈહલોત, ઇમરાન હુસૈન અને રાજેન્દ્વ પાલના નામનો સમાવેશ હાલ કરવામાં આવ્યો છે.

આજે ચુંટાયેલા ધારાસભ્યોની મિંટીગ મળી હતી. જેમાં અરવિંદ કેજળીવાલને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતાં. આમ આદમી પાર્ટીએ પોતાના ઓફિશિયલ ટવીટર પરથી જાહેરાત કરી હતી કે રામલીલા મેદાન ખાતે શપથ વિધી સમારોહ યોજાશે અને ૭ જેટલા કેબિનેટ કક્ષાનાં મંત્રીઓ શપથ લેશે જેમાં લોકોને પણ આર્શીવાદ આપવાનું આંમત્રણ આપવામાં આવ્યું હતું. જોકે, કેજરીવાલ સરકારમાં મંત્રી મંડળમાં હાલ પુરતો કોઇ ફેરફાર થાય તેવી શકયતા જોવામાં આવતી નથી. 

Leave a Reply

Your email address will not be published.