/

અમરસિંહે BIG B ની શા માટે માંગી માફી જાણો

સમાજવાદી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સંસદ અમરસિંહે અમિતભાભ બચ્ચન અને તેના પરિવારની માફી માંગી છે. અમર સિંહે પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે ટ્વિટર પર એક ટ્વિટ કરીને માફી માગી છે. અમર સિંહે ટ્વિટ કરી કહ્યું કે, આજે મારા પિતાની પૂર્ણતિથિ છે અને આ અંગે મને અમિતાભ બચ્ચનજી તરફથી સંદેશ મળ્યો છે.

સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહે જણાવ્યું છે કે થોડા વર્ષ પહેલા બચ્ચન પરિવાર વિશે ટિપ્પણી કરી હતી. અમરસિંહે જણાવ્યું કે જીંદગીના પડાવ પર હું મોત સામે ઝઝૂમી રહ્યો છું ત્યારે હું અમિતજી અને તેમના પરિવારની ભૂતકાળમાં મેં કરેલી ટિપ્પણીઓ અંગે માફી માંગવા માંગુ છું.ઈશ્વર બચ્ચન પરિવાર પર પોતાના આશીર્વાદ વરસાવતા રહે. 

મહત્વની વાત છે કે અમરસિંહ અને બચ્ચન પરિવાર વચ્ચે ગાઢ સબંધો હતા. અમરસિંહ નેતા બચ્ચન પરિવાર સાથે એક એવા સબંધ હતા કે અમરસિંહ બચ્ચન પરિવારના જ સભ્ય ગણાતા હતા. અમરસિંહે જયા બચ્ચને મહિલાઓ પરના અપરાધ અંગે આપેલા ભાષણ ટિપ્પણી પણ કરી હતી. એવું પણ કહ્યું હતું કે ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન વચ્ચે બધું બરાબર નથી. હું આ બધી બાબતોમાં દોષી નથી. ” અમરસિંહે કહ્યું કે અમિતાભે જાતે જ તેમને કહ્યું હતું કે તેમણે જયા બચ્ચનની સમાજવાદી પાર્ટીમાં સદસ્યતા સ્વીકાર નહીં કરે.

Leave a Reply

Your email address will not be published.