ગુજરાત કોંગ્રેસમાં ઘણા સમયથી ધારાસભ્યો પક્ષથી નારાજ થતા દેખાતા હતા પરંતુ કોઈ ધારાસભ્યો સામે આવીને પોતાનો વિરોધ દર્શાવતા નોહતા હવે જયારે રાજ્યસભાની ચૂંટણી આવી એટલે ધારાસભ્યોની માંગ નહિ સંતોષાતા ધારાસભ્યોએ પક્ષ સાથે છેડો ફાડી પ્રજાનો વિશ્વાશ તોડ્યો હોવાથી હવે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો પેકી અબડાસાના ધારાસભ્યને સ્થાનિક લોકોએ બંગડી આપી વિરોધો કર્યો હતો ત્યારે આજે વધુ એક ધારાસભ્ય જે.વી..કાકડિયાનો પણ વિરોધ થતો સામે આવ્યો છે ધારાસભ્ય જે.વી.કાકડિયાએ રાજીનામુ ધારીદેતા સ્થાનિક કાર્યકરો અને ગામના યુવાનો એ ગામમાં જ વિરોધના હોર્ડિગ્સ લગાવીને વિરોધ નોંધાવ્યો છે અને હોર્ડિંગમાં યુવાનો એ અલગ અલગ પ્રકારના લખાણ લખ્યું છે જેવી,જોજો હવે થશે જોયાજેવી અમારા મતોનો સોદો કરનારે ગામમાં પ્રવેશ કરવો નહીં ,ખેડૂતોએ પાક વીમો માંગવો નહીં ધારાસભ્યોને આપી દીધો છે
આવા સૂત્રો લખી ગ્રામજનોએ સખત શબ્દમાં વિરોધ નોંધાવ્યો છે અમરેલી જિલ્લાના ધરી પંથકના ગામડામાં આવા હોર્ડિંગ લાગતા હવે આવનાર ચૂંટણી માટે જેવી,ની,જોવા જેવી થાય તો નવાઈ નહીં અમરેલી જિલ્લાના ધરી તાલુકાના કોંગ્રેસના ધારાસભ્યએ રાજ્યસભાની ચૂંટણી સમયે જ ગામના મતદારોના વિશ્વાસ સાથે વિશ્વાસઘાત કર્યો હોવાથી ગામમાં ઉકળતા ચરુ જેવી હાલ સ્થિતિ છે ,અને આવનાર દિવસોમાં સ્થાનિક ચૂંટણી સમયે જે,વી,કાકડિયા જેવા ઉમદેવારને ગામમાં પ્રવેશ પણ ગામના જ લોકો નહિ આપે તેવા બેનરો હાલ ચર્ચાનો વિષય બની ગયો છે.