ટ્રમ્પના સ્વાગત માટે 70 લાખ લોકોની શું જરૂર : કોંગ્રેસનો બફાટ

અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પ્રવાસે આવી રહ્યા છે. જેની ભારતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેમજ કરોડો રૂપિયાનો ધુમાંડો પણ થઇ રહ્યો છે. જેથી અનેક રાજકીય પાર્ટીઓ વિરોધ કરી રહી છે. તેવામાં કોંગ્રેસનાં દિલ્હીના નેતા અધિર રંજન ચૌધરી આ મુદ્દે નિવેદન આપ્યુ છે. જેમાં મીડિયા સમક્ષ તેમણે જણાવ્યુ હતુ કે, ટ્રમ્પ પોતાના હિત માટે ભારત આવી રહ્યો છે. ટ્રમ્પ ભારતનું હિત નહીં જોવો. ૭૦ લાખ લોકો દ્વારા ટ્રમ્પનું સ્વાગત કરવાની શી જરૂર છે?

વધુમાં અધીર રંજન ચૌધરી એ જણાવ્યુ કે, અમેરિકાના બજારમાં તેઓ આપણને જવા દેવા માંગતા નથી, જેથી અમેરિકાએ ટ્રેડ ડીલ ન કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે ટ્રેડ ડીલ ન કરવા અંગે જણાવ્યુ હતુ કે, હું પણ રાજા છું તમે પણ રાજા છો તો અમારી પાસે શું માંગી રહ્યા છો?

Leave a Reply

Your email address will not be published.