જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનાના વડાળા ગામમાં નર્ષરી માં લાગી આગહતી જેમાં નર્સરીમાં રહેલા ઝાડ પર વસવાટ કરતા વન્યજીવો એ જીવ ગુમાવ્યો હતો આગ લાગવા થી આગથી પશુ પક્ષીઓ બળીને ખાખ થઇ ગયા હતા આ આગ રાત્રીના સમયમાં લાગી હોવાથી વન્યજીવો વિહરી ને આરામ કરી રહ્યા હતા તેવા સમયમાં આગની ઝાડ લગતા વન્યજીવોની સોથ વળી ગઈ હતી આ નર્સરી ફોરેસ્ટ વિભાગને ગ્રામ પંચાયતને સોંપી આપેલ અને ગ્રામ પંચાયત હસ્કની હોય તેવું જાણવા મળે છે .
આ ભીષણ આગમાં આશરે ૩૦૦ જેટલા પક્ષીઓ બળીયા હોવાની આશંકા ગ્રામજનોએ વ્યક્ત કરી છે નર્સરીમાં આગ લગતા સ્થાનિક રહેવાસીઓએ પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી અને આગ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો આગ ક્યાં કારણે લાગી છે તેની પોલીસ દ્રારા તપાસ કરવામાં આવી છે પરંતુ નર્સરીમાં આગ લાગવાથી અને વન્યજીવોના મોત થી પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.