//

રાજધાનીમાં મોબાઈલ વેન આટલા રૂપિયામાં કરશે RT-PCR ટેસ્ટ

કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે. આ વચ્ચે એક સારા સમાચાર એ છે કે દિલ્લીમાં RT-PCR ટેસ્ટ હવે 500 રૂપિયાનો ખર્ચ કરીને મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરાવી શકાય છે. આ ટેસ્ટના પરિણામ પણ લોકોને તે જ દિવસે મળી જશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેસ્ટના પરિણામ 6 કલાકમાં લોકોને મળી જશે.

દિલ્લીમાં કોરોનાના સતત વધતા કેસને ધ્યાનમાં રાખીને ટેસ્ટિંગ વધારવા માટે ગૃહપ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સ્વાસ્થ્ય પ્રધાન ડૉક્ટર હર્ષવર્ધને RT-PCR મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરીની શરૂઆત કરાવી છે. કોરોના ટેસ્ટિંગ માટે ICMRએ દેશમાં સ્પાઈસ જેટના સ્પાઈસ હેલ્થની સાથે પ્રાઈવેટ ભાગીદારીની સાથે તેને શરૂ કરી છે. RT-PCR મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરીના માધ્યમથી પ્રયાસ છે કે જે વિસ્તારોમાં કોવિડના કેસ વધારે થવાની સંભાવના છે. ત્યાં વેનને લઈ જઈને લોકોનો ટેસ્ટ તે સ્થળે કરવામાં આવે.

રાજધાની દિલ્લીમાં એક અઠવાડિયામાં આ પ્રકારની 10 મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી કામ કરવાનું શરૂ કરી દેશે. એક મોબાઈલ ટેસ્ટિંગ લેબોરેટરી 3000 સેમ્પલ લઈ જઈ શકે છે. એટલે 10 વેનથી 30 હજાર સેમ્પલ એકત્ર કરવામાં આવી શકે છે. ICMR સાથે મળીને સ્પાઈસ હેલ્થનો ઉદ્દેશ્ય 1 મહિનાની અંદર આવી 10 મોબાઈલ વેન તૈયાર કરવાનો છે. એટલે 1 દિવસમાં RT-PCR ટેસ્ટ 60,000 સુધી કરી શકાય. આ એક મોટો આંકડો છે. કેમ કે દિલ્લીમાં અત્યાર સુધી રેપિડ ટેસ્ટને જોડીને 30,000 ટેસ્ટ જ રોજ કરી શકાય છે. મોબાઈલ લેબોરેટરીના માધ્યમથી થનારા આર્ટિફિશિયલ ટેસ્ટમાં સેમ્પલનું પરિણામ 6 કલાકમાં જ મળી જશે.

Leave a Reply

Your email address will not be published.