//

નમસ્તે ટ્રમ્પ કાર્યકમમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં હસ્તે મોઢેરા સ્ટેડિયમનું લોકાર્પણ થશે કે કેમ ? જાણો

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમનાં પત્ની મેલેનિયા સાથે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જયાં મોઢેરા કિકેટ સ્ટેડિયમના લોકાર્પણમાટે આવી રહ્યા છે. જેને લઇને અમદાવાદમાં શાહી તૈયારીઓ ચાલી રહી છે. મોટેરા સ્ટેડિયમમાં યોજાવનારા સ્ટેડિયમનાં લોકાર્પણનાં કાર્યકમનું નામ નમસ્તે ટ્રમ્પ આપવામાં આવ્યું છે. જેથી ટ્રમ્પ સ્ટેડિમનું ઉદ્ધાટન કરશે તેવું અનુમાન લાગાવવામાં આવ્યું છે.

પરંતુ એવી વાતો સામે આવી છે કે મોઢેરા સ્ટેડિયમનું લોકાર્પણ ટ્રમ્પનાં હસ્તે નહીં કરવામાં આવે. ટ્રમ્પનાં હસ્તે સ્ટેડિયમનું લોકાર્પણ નહીં કરવામાં આવે તેની સત્તાવાર માહિતી વડાપ્રધાન મોદીનાં ઓફિસનાં સૂત્રોએ આપી હતી. સૂત્રોએ જણાવ્યુ કે, સરકારે કયારેય એવી જાહેરાત કરી નથી કે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેડિયમનું ઉદ્વાઘાટન કરશે. સ્ટેડિયનું ઉદ્વાટન કરવામાં આવવાનું નથી પરંતુ મોદી અને ટ્રમ્પનો ભવ્ય કાર્યકમ સ્ટેડિયમમાં જ યોજાવવાનો છે. હવે જોવાનું એ રહેશે કે શું સ્ટેડિયમનું લોકાર્પણ ટ્રમ્પનાં હસ્તે થશે કે નહીં ? 

Leave a Reply

Your email address will not be published.