//

કોંગ્રેસ ગુજરાતના ધારાસભ્યોને નઝરકેદ કરશે ???

રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે ગત રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ધારાસભ્યોને બેંગાલુરુ લઈ જવા પડ્યા હતા અને હવે 73 માંથી 12 જેટલા ધારાસભ્યોને ગુજરાતમાં જ પડતા મૂકીને રાજસ્થાન લઇ જવાની વાતો વહેતી થઇ છે હોળીના દિવસે મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા સહીતના 22 ધારાસભ્યો એ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભગવો ધારણ કર્યો હતો તેવા ભયથી હવે કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણી પહેલા તમામ ધારાસભ્યોને રાજસ્થાનની સહેલગાહમાં લઈ જતી હોવાનું જાણકારી કહી રહ્યા છે.

જોકે આ બાબતે કોઈ સત્તાવાર જાણકારી નથી મળી પરંતુ કોંગ્રેસને પોતાનાજ ધારાસભ્યો પર વિશ્વાસ નથી એ ચોક્કસ છે તોજ રાજ્યસભાની ચૂંટણી પહેલા નઝરકેદ રાખવા પડે જો કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને નઝરકેદના રાખે તો ભાજપ ભાંગફોડમાં માહિર છે અને કેટલાક ધારાસભ્યોને ફોડીને ત્રીજી સીટ પણ જીતી જાય તો કોંગ્રેસને એક માત્ર સીટ જ રાજ્યસભામાં મળે તેથી કોંગ્રેસ કોઈ જ ધારાસભ્યોને એકલા મુકવા નથી માંગતી અને આજે સાંજે હવામાં ઉડાડીને ખાનગી રહે રાજસ્થાન અથવા અન્ય રાજ્યમાં લઈ જવાના પ્રયાસો કરી રહી છે જોકે તમામ ધારાસભ્યોને રાજ્યબહાર લઇ લઈ જવા માટે રાજ્યના કેટલાક સિનિયર નેતાઓને જવાબદાર ગણાવ્યા છે. 

Leave a Reply

Your email address will not be published.