///

શું તમારું Whatsapp ખરેખર રાત્રે બંધ થઈ જશે, જાણો સરકાર દ્વારા નિર્દેશિત વાયરલ મેસેજનું સત્ય

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મેસેજ વાંચ્યા બાદ લોકો ખૂબ જ પરેશાન છે.

નવી દિલ્હીઃ મોટાભાગના વ્યક્તિ WhatsApp (વ્હોટસએપ) નો ઉપયોગ કરે છે. આ એપ લોકો માટે દરરોજની જરૂરિયાત બની ગઈ છે. આજકાલ વોટ્સએપ વિશે એક મેસેજ ભારે વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારે રાત્રે 11:30 થી સવારે 6 વાગ્યા સુધી વોટ્સએપ બંધ કરવાની સૂચના આપી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મેસેજ વાંચ્યા બાદ લોકો ખૂબ જ પરેશાન છે. જોકે, અમે તમને જણાવીએ કે આ વાયરલ મેસેજમાં કેટલું સત્ય છે.

વાયરલ મેસેજમાં શું છે

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે 11:30 થી સવારે 6 વાગ્યા સુધી વોટ્સએપ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. એટલું જ નહીં, વાયરલ મેસેજમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો યુઝર્સ આ મેસેજને આગળ ફોરવર્ડ નહીં કરે તો તેમનું વોટ્સએપ એકાઉન્ટ 48 કલાક માટે બંધ રહેશે. 48 કલાક પછી ફરી વોટ્સએપ એકાઉન્ટ શરૂ કરવા માટે તેમને 499 રૂપિયા ચૂકવવા પડશે. હવે ચાલો જાણીએ કે આ દાવાઓમાં કેટલું સત્ય છે?

ફેક વાયરલ મેસેજ છે

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા આ સંદેશને નકલી ગણાવવામાં આવ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે સરકાર દ્વારા આવી કોઈ માહિતી આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં વોટ્સએપ યુઝર્સે ગભરાવાની જરૂર નથી.

Leave a Reply

Your email address will not be published.