/

ભગવાનની ભક્તિ સાથે દેશ ભક્તિ વડતાલ સ્વામિનારાયણ મંદિરના 500 ઓરડાની ધર્મશાળા હોસ્પિટલમાં ફેરવાઈ

કોરોનાના વાયરસનું તાંડવ વધી રહ્યું છે લોકો ભયભીત થવા લાગ્યા છે આજે રાજ્યમાં પોઝિટિવ કેસનો આંક 69 પર પહોંચ્યો છે તો મૃત્યુ દર 6 સુધી પહોંચી ગયો છે રાજ્યના 744 લોકોને હોમ કોરોનટાઇન કરેલ છે ત્યારે ભગવાન સ્વામિનારાયણના મુખ્ય મંદિર વડતાલ ખાતે આવેલ છે તેમની ધર્મશાળાના 500 ઓરડાને કોરોનટાઇન કરી દેવામાં આવ્યા છે તેમ મંદિર વ્યવસ્થાપક સમિતિએ જણાવેલ હતું હાલ તમામ ધાર્મિક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ આગળ વધીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડી રહી છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયે પણ પોતાના મંદિરના 500માં VIP રૂમ કરી હોસ્પિટલમાં ફેરવી દીધા હતા લોકોનું આરોગ્યના જોખમાય અને સુવ્યવસ્થિત સારવાર મળી રહે દર્દીને મંદિર ના ઓરડામાં રહેવા થી ધાર્મિક વાતાવરણની અનુભૂતિ પણ થાય તેવા ઉદેશ થી ધર્મશાળા 500 ઓરડા કોરોનટાઇન કરી દેવામાં આવ્યા છે. દેશ અને રાજ્ય પર જયારે કોઈ આફત આવે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય તન-મન-ધનથી સરકારની પડખે રહે છે ત્યારે વડતાલ સંસ્થાને રોકડ રકમ તો મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરી જ છે સાથે મંદિરમાં આ પ્રમાણેની વ્યવસ્થા ઉભી કરાતા સરકારને મોટી રાહત મળી છે.

Leave a Reply

Your email address will not be published.