ઈટાલીમાં માત્ર બે લોકોની વસ્તી ધરાવનાર આ શહેર કરે છે કોવીડ-19ના નિયમોનું પાલન

કોરોનાના કહેર વચ્ચે ગીચ વસ્તીવાળા શહેરોમાં લોકો આ દિવસો દરમિયાન એકબીજાથી સામાજિક દૂરી રાખી રહ્યાં છે. મોટા ભાગના લોકો કોરોના વાયરસથી વાકેફ થઈ ગયા છે. જે બીજા વાઈરસની જેમ હવામાં છીદ્રો દ્વારા ફેલાય છે. આ શહેરના લોકોને માસ્ક પહેરવાની તેમજ એકબીજાથી દૂરી જાળવવાની અપીલ કરવામાં આવી છે.

તો બીજી તરફ જોઈએ તો, ઈટલીમાં એક નાની એવી જગ્યા આવેલી છે. જ્યાં જીયોવની કૈરિલી (82) અને જિયામ્પિયરો નોબિલી (74) નામના બે વ્યક્તિઓ નોર્ટોસ્કે નામના એકાંત શહેરમાં વસવાટ કરે છે. આ શહેરમાં આ બંને એકલા રહેતા હોવા છતાં તેઓ કોવિડ-19ના બધા નિયમોનું સખ્ત પાલન કરી રહ્યાં છે. આ શહેરમાં તેઓના કોઈ પડોશી નથી. છતા પણ સેવાનિવૃત થયેલા વૃધ્ધ કોઈ પ્રકારનું જોખમ લેવા ઈચ્છતા નથી. આ જ કારણ છે કે, તેઓ ક્યારેય આ શહેર છોડીને જશે નહિ. આ શહેર પેરૂજા પ્રાંતના ઉમ્બ્રિયામાં આવેલું છે.

ઈટાલીના બે લોકોની વસ્તીવાળા આ શહેર પ્રવાસીઓની વચ્ચે ઘણું ફેમસ છે. આ શહેર લગભગ 900 મીટરની ઊંચાઈ પર સ્થિત છે. ત્યાં સુધી પહોંચવું અને ત્યાંથી પાછું આવવું ઘણું મુશ્કેલ થઈ જાય છે. કૈરિલી અને નોબિલી પોતાનાને સુરક્ષિત રાખવા માટે તેઓ આ એકાંતમા પણ માસ્ક પહેરે છે.

કૈરિલીના જણાવ્યો પ્રમાણે , કોરોના વાઈરસથી મોતનો ડર લાગે છે. કેમ કે હું બીમાર થઈશ તો મારી સારસંભાળ માટે કોઈ નહીં. હું વૃધ્ધ છું, પરંતુ હું મારા પશુઓ, બળદો તેમજ બગીચોઓની મધમાખીઓના જતન માટે અહીં રહેવા ઈચ્છુ છુ. હું મારા જીવનને સારી રીતે જીવું છું.

તો નોબિલીએ જણાવ્યું કે, સુરક્ષા અને ઉપાયોને નજરઅંદાજ કરવી તેમજ પોતાના જીવને જોખમમાં મુકવી બરાબર નથી. માત્ર પોતાના સ્વાસ્થ્યને કારણે માસ્ક અને સામાજીક દૂરીના નિયમોનું પાલન ન કરવું જોઈએ. આમાં કઈ સારુ કે ખરાબ નથી. જો આ નિયમ છે તો આ નિયમોનું પાલન આપણે પોતાના માટે તેમજ અન્ય માટે પણ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published.