///

કેન્દ્રીય કેબિનેટની મળી મંજૂરી, લક્ષ્મી વિલાસ બેંકનો આ બેંકમાં થશે વિલય

કેન્દ્રીય કેબિનેટે સંકટગ્રસ્ત લક્ષ્મી વિલાસ બેંકના DBS બેન્ક ઓફ ઈન્ડિયા લિમિટેડમાં વિલય પ્રસ્તાવ પર મહોર મારી દીધી છે. બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ સાથે ATCમાં એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે એક પત્રકાર પરિષદમાં કેબિનેટ નિર્ણયોની જાણકારી આપી છે.

જેમાં તેમણે જણાવ્યું કે, વડાપ્રધાનની અધ્યક્ષતામાં આજે કેબિનેટ અને આર્થિક મામલાની મંત્રીમંડળીય સમિતિની બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મોદી સરકારનો ભાર આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા પર છે. તેથી તે માટે નાણા ભેગા કરવા હવે ડેટ માર્કેટનો ફાયદો ઉઠાવવામાં આવશે.

નેશનલ ઇનવેસ્ટમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની સ્થાપના કરવામાં આવી હતી. કેબિનેટે આજે નિર્ણય લીધો છે કે, તેમાં 6000 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ રોકાણ આગામી બે વર્ષમાં થશે. તેનાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે બોન્ડ માર્કેટ દ્વારા 1 લાખ કરોડ રૂપિયાથી વધુની રકમ એકઠી થશે.

નોંધનીય છે કે, RBIએ 17 નવેમ્બરે દક્ષિણ ભારત કેન્દ્રીત લક્ષ્મી વિલાસ બેંકને એક મહિનાના મોરેટોરિયમમાં મુકી હતી. આરબીઆઈએ બેંકને આદેશ આપ્યો હતો કે, આગામી એક મહિના સુધી બેંકમાંથી કોઈ ગ્રાહક 25 હજારથી વધુનો ઉપાડ કરી શકશે નહીં.

Leave a Reply

Your email address will not be published.