/

કોરોના વાયરસમાં જગત મંદિર બંદ કલેકટરે જ નિયમ તોડી નિજ મંદિરમાં યજ્ઞ કરી કાયદો તોડ્યો

આજે સમગ્ર દેશ કોરોના વાયરસ ભય ના કારણે જનતા કર્ફ્યુ માં જોડાયો છે દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરેએ કલમ 144 લાગુ કરી છે કોરોના વાયરસ સામે ની લડત ચાલી રહી છે ખુદ કલેકટરે જાહેરનામું બહાર પાડી અને ખુદ જ જાહેરનામા નો ભંગ કરે તો સામાન્ય નાગરિકને શું કહેવાય આવુજ બન્યું છે દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં એક તરફ જગત મંદિર માં વિડીયો શુટિંગ કે ફોટા પાડવાની મનાઈ છે કલેકટરે જ જગત મંદિરમાં જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે કલમ 144 લગાવીને લોકોને પણ એકત્રિત નહિ થવાના આદેશ કર્યા છે ત્યારે આજે જગત મંદિરના દેવસ્થાન કમિટીના અધ્યક્ષ એટલે જિલ્લા કલેકટરે જ પોતે જ મંદિરની પરમ્પરા તોડી છે મંદિરમાં ફોટા વિડીયો નહિ પાડવાની સૂચનાનું ખડે જ  ઉલ્લંઘન કરી નાખ્યું છે મંદિર પરિસરમાં મોબાઈલ લઇ જવા પર પ્રતિબંદ હોવા છતાં અધ્યક્ષે આવી હરકત ક્યાં કારણે કરી કોણે આવી મંજૂરી આપી તેના પાર સવાલો ઉભા થયા છે આજે જનતા કર્ફ્યુના કારણે જગત મંદિર સદંતર બંદ છે છતાં યજ્ઞ ક્યાં કારણે પરિવાર સાથે બેસીને યજ્ઞ કર્યો શું સરકારને કોઈ એ મંજૂરી લીધી હતી કે સરકારની પણ વાત સાંભળવા નથી માંગતા દ્વારકાના કલેકટર આવી હરકત થી રાજા રણછોડના ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે અને રોષ વ્યાપી ઉઠ્યો છે જો કલેકટરે ખુદ પોતાના જાહેરનામાને ગાંઠે નહિ તો સામાન્ય નાગરિક ને શું સલાહ આપી રહ્યા છે તેવા સવાલો દ્વારકામાં પુછાઈ રહ્યા છે મંદિરમાં ફોટા કે વિડીયોની મનાઈ છે તો વિડીયો શુટિંગ ક્યાં કારણે થયું કોને કર્યું કોના ઈસારી કર્યું કોને આપવા માટે કર્યું આવી બધી બાબતોને લઇ કલેકટર સવાલોના ઘરમાં આવ્યા છે સોસીયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હવે કલેકટર ખુદ થુંકેલુ ચાટશે કે સરકાર તેમની સામે કડક હાથે પગલાં ભરશે તેવી વાતો વહેતી થઇ છે  

આજે જનતા કર્ફ્યુ છે કલેકટરે જ લોકોને ઘર બહાર નહીં નીકળવાની સલાહો આપી અને કલમ 144 લાગુ કરી હતી તો પછી પોતે આવું કોના ઇસારે કર્યુ અને કોના કહેવાથી મંદિરમાં યજ્ઞ કર્યો હતો કોરોના વાયરના પગલે દ્વારકાધીશ મંદિર સુધી બંધ હોવા છતા જીલ્લા કલેકટર ફેમેલી સાથે મંદિરે પહોચ્યા હતા ને યજ્ઞ વિધિ શુકામ કરી? જીલ્લા કલેકટરની સાથે દેવસ્થાન સમિતીના અધિકારી સાથે મંદિરમાં હવન ચાલતો હોવાથી હવન સાથેનો વિડીયો વાયરલ થતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે લોકો રાજા રણછોડની એક ઝલક માટે દેશ વિદેશ થી આવે છે ત્યારે કલેકટર ખુદ કાયદા નું ભંગ કરી શુંસાબિત કરવા માંગતા હતા મંદિર પરિષરમાં  ધ્વજા વખતે 25 લોકોને પોતે જ છૂટછાટ આપી હતી અને હવે જાતે જ યજ્ઞ કરવા બેસી જતા લોકોની લાગણી દુભાણી છે મંદિરની અંદર પંદરથી વધું લોકો કલેકટર સાથે મંદિરમાં ભેગા થયા અને કલમ ૧૪૪ હેઠળ નિયમનો ભંગ કરાયો હવે કલકટરે સામે સરકાર પગલાં લેશે તેવા સવાલો ઉઠી રહ્યા છે. ખુદ જીલ્લા કલેકટર નરેન્દ્ર મોદીએ ૧૪૪ કલમનો લાગું કર્યો અને ૧૫ થી વધું લોકો એકઠા થઈ નિયમનો ભંગ કર્યો. સમગ્ર મામલે ગઈ કાલે દ્વારકાના જગત મંદિર દ્વારકાધીશને પૂજારી પરિવાર દ્વારા વિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો હતો અને જેનો વિડિઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

Leave a Reply

Your email address will not be published.