સમગ્ર રાજ્યમાં કોરોના વાયરસથી લોકો માં ગભરાહટ ફેલાઈ રહ્યો છે રાજ્યના હજારો લોકોને હોમ કોરોનટાઇન કરવામાં આવી રહ્યા છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારના 54000 લોકોને કોરોનટાઇટ કરવામાં આવતા રાંદેર વિસ્તારમાં સન્નાટો છવાય ગયો છે. ગુજરાતમાં એક જ વિસ્તારમાં સુરતના રાંદેર વિસ્તારને માસ કોરન્ટાઇનની પ્રથમ ઘટના રાજ્યમાં બની છે રાજ્યમાં અને સુરત વિસ્તારમાં વધુ ચેપના ફેલાય તેથી સ્થાનિક પ્રશાસને નિર્ણય કર્યો છે. રાંદેરનો વિસ્તારમાં એક સાથે 54000 લોકોને માસ કોરોનટાઇન કરવામાં આવતા આખો વિસ્તાર સંપૂર્ણ લોકડાઉનમાં ફેરવાઈ ગયો છે.
રાંદેર વિસ્તારમાં પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાઈ ગયો છે જેથી કડક અમલ થઇ શકે સુરતના રાંદેર વિસ્તારમાં મનપા દ્વારા રાંદેર માટે માસ કોરોન્ટાઇન સ્ટ્રેટેજી સમગ્ર પંથકમાં લોકોની અવરજવર પર બ્રેક લાગી ગયેલ છે. કુલ 16785 ઘરોના સર્વે કરવામાં આવ્યો હતો બાદમાં કોરોપોરેશને આ નિર્ણય લેતા લોકો પણ માસ કોરોનટાઇન માટે તૈયાર થયા હતા. તંત્ર અને રાંદેર વિસ્તારમાં 54003 માસ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. રાંદેર ટાઉન વિસ્તાર માટે 55 ટીમ દ્વારા સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી. જેના પગલે નિર્ણય લેવાયો હતો. રાંદરેના એક કિલોમીટર વિસ્તારમાં બેરિકેટિંગ લોન્ડ્રી ચલાવતા વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 16 હજાર ઘરના 54 હજાર લોકો કોરન્ટાઇન કરવામાં આવ્યા છે. રાંદેર વિસ્તારમાં માસ કોરન્ટાઇનના સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે. H એટલે હોમ કોરોન્ટાઇન C એટલે સેન્ટ્રલ કોરોન્ટાઇન M એટલે માસ કોરોન્ટાઇન.