///

આ રાજ્યમાં શાળાઓ શરૂ થતાની સાથે જ 262 વિદ્યાર્થીઓ થયા કોરોનાગ્રસ્ત

આંધ્ર પ્રદેશના શિક્ષણ વિભાગે જણાવેલા આંકડા મુજબ રાજ્યમાં ધોરણ 9 અને 10ના 9.75 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટર્ડ છે. જેમાંથી 3.93 લાખ વિદ્યાર્થીઓએ ક્લાસ અટેન્ડ કર્યા. જેમાંથી 1.11 લાખ શિક્ષકોમાંથી 99,000થી વધુ શિક્ષકો સંસ્થાઓમાં પહોંચ્યા.

ત્યારે શિક્ષણ વિભાગના આયુક્ત વી ચિન્ના વીરભદ્રુએ કહ્યું કે, કોઈ પણ સંજોગોમાં કોવિડ-19 પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવામાં આવશે. 4 નવેમ્બરના રોજ લગભગ ચાર લાખ વિદ્યાર્થીઓ શાળામાં આવ્યા જેમાંથી 262 કોરોના સંક્રમિત નીકળ્યા છે. આ સંખ્યા 0.1 ટકા પણ નથી. આથી એ કહેવું ખોટું છે કે, શાળામાં આવવાથી બાળકો સંક્રમિત થયા છે. અમે સુનિશ્ચિત કરીશું કે એક સમયે પ્રત્યેક શાળાના રૂમમાં ફક્ત 15 કે 16 વિદ્યાર્થીઓ જ ક્લાસમાં બેસે.

વધુમાં તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેનું જીવન અમારા માટે મહત્વપૂર્ણ છે. સાથે એ પણ સ્વીકાર્યું કે, સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા કડક પગલાં છતાં વાલીઓ વાયરસના પ્રકોપ અંગે શંકા ધરાવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આંધ્ર પ્રદેશ સરકારના આદેશ પ્રમાણે ધોરણ 9, 10 અને ઈન્ટરમીડિએટના ક્લાસિસ અડધો દિવસ જ લેવાશે. બાળકોને એક દિવસ છોડીને શાળામાં બોલાવવામાં આવી રહ્યા છે. ધોરણ 6, 7 અને 8ના ક્લાસીસ 23 નવેમ્બરથી શરૂ થશે. જ્યારે ધોરણ 1,2,3,4 અને 5ની શરૂઆત 14 ડિસેમ્બરથી થશે.

Leave a Reply

Your email address will not be published.