//

ધાર્મિક બ્રેકીંગ : ભાતીગળ મેળા વગર માધવરાયજીનો માંડવો રોપાશે

ચાયનાનો કોરોના વાયરસમાં ભગવાનના લગ્ન પણ સાદગી પૂર્વક ઉજવાશે વર્ષો જૂની પરમ્પાર પાર કોરોનાએ બ્રેક લગાવી દેતા મેળો મહાલવતા આવતા લોકોની લાગણી દુભાઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે રાજુલામાં ચાલતી રામકથા પણ આજે અધવચ્ચે અટકાવવામાં આવી હતી કારણ કે હજારો લોકો રામકથામાં જતા હતા તેવીજ રીતે માધવપુરના મેળામાં પણ લખો લોકો મેળો મ્હાલવા અવતાહોઈ છે તેથી કોરોના ચેપ વધુ ફેલાય નહીં અને આરોગ્ય પર ખતરોના થાય તેવા હેતુ થી હાલ માધવપુરનો મેળો સામાન્ય મેળો બની રહેશે અને ભગવાન માધવરાજીના લગ્ન પણ સાદગી પૂર્વક ઉજવાશે તેવું હાલ જાણવા મળી રાહ્ય છે જોકે આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી પરંતુ હાલ તો મેળાની જે ત્યારી ચાલતી હતી તે મંદ પડી હોવા થી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ભગવાનશ્રી કૃષ્ણના લગ્ન રાણી રુક્ષ્મણી સાથે માધવપુરમાં હજારો વર્ષ પૂર્વે યોજાયા હતા ત્યારથી એક પરમ્પરાગત રીતે પોરબંદર વેરાવળ હાઇવે પર આવેલા માધવપુર ગામે ભગવાનના ધામધૂમ પૂર્વક લગ્ન યોજાય છે રામનવમી થી 5 દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણ લગ્નના ગીતો અને ફુલેકાનું ભવ્ય ડીવાય આયોજન થતું હોઈ છે ઘોડા દોડ સહીત ની રમતો પણ રમાડવામાં આવે છે ભગવાન મધુવનમાં જાન લઇને જાય છે ત્યારે હજારો લોકો જાનમાં જોડાય છે અને વાજતે ગાજતે ભગવાન મધુવનમાં રૂક્ષ્મણીજી સાથે લગ્નના ફેરા ફરવા જતા હતા તે સમય થી લઇ માધવપુર ગ્રામ પંચાયત ભવ્ય લોકમેળાનું આયોજન કરતુ હતું પરંતુ છેલ્લા ત્રણ વર્ષ કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગે આ લોકમેળો પોતાની હસ્તક કરી અને દેશ અને દુનિયામાં વધુ પ્રખ્યાત બને તેવા પ્રયાસ શરૂ કાર્ય હતા પરંતુ આગામી તારીખ બીજી એપ્રિલ થી 6 એપ્રિલ સુધી માધવપુરનો મેળો યોજવાનો હતો પરંતુ કોરોના વાયરસના ભય થી આ વખતે સરકારી આયોજન પાર રોક લાગી ગઈ હોવાનું જાણકારો કહી રહ્યા છે અને સાદગી પૂર્વક ભગવાન શ્રી માધવરાયજીના લગ્ન રુક્ષમણીજી સાથે થશે.

ભગવાનના લગ્ન માણવા વૈષ્ણવો જ નહિ દેશ અને દુનિયાના લોકો માધવપુર આવતા હોઈ છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસના કારણે આ મેળો રદ થાય તેવું જાણવા મળી રહ્યું છે મેળા દરમિયાન ખાણી પીણી ફજેત ફરકા અને જુદા જુદા વેપારીઓ પોતાનું પેટિયું રડતા હોઈ છે પરંતુ કોરોનાના ભય થી હવે લોકોની રોજગારીની રોજગારી પણ કોરોના છીનવી લેશે તેનો ભય વેપારીઓમાં અને સહેલાણીઓમાં સતાવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.