///

સુરતના ઉધના પોલીસ મથકના મહિલા PSIનો આપઘાત

સુરતમાં આવેલા ઉધના વિસ્તારમાં મહિલા PSIએ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. મહિલા PSI જોશીએ પોતાના રહેણાંક ક્વાર્ટર ખાતે આપઘાત કર્યો છે. સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી મહિલા PSIએ આપઘાત કર્યો હતો. PSIના આપઘાતના પગલે પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આજે મહિલા PSIની મેરેજ એનિવર્સરી હતી. મહિલા PSIની સ્યુસાઇડ નોટ મળી છે, જેમાં લખ્યું હતું કે, જીવન જીવવું અઘરૂં છે.

કોરોના વોરિયર તરીકે ફરજ બજાવતા પોલીસ વિભાગના કર્મચારીઓ અનેક વખત ન ભરવાનું પગલું ભરી લેતા હોય છે, ત્યારે વધુ એક ઘટના સુરતમાં બની છે. સુરતના ઉધના પોલીસ સ્ટેશનનાં ફરજ બજાવતાં મહિલા PSIએ આપઘાત કર્યો છે. મહિલા PSI અનિતા જોશીએ પોતાના સરકારી આવાસ ખાતે સર્વિસ રિવોલ્વરથી પોતાના પર ગોળી ચલાવી આત્મહત્યા કરી લીધી છે. જેને પગલે પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

અનિતા જોશી ઈન્વેસ્ટિગેશન PSI તરીકે ફરજ બજાવતાં હતાં. તેઓ શહેરના પોલીસકર્મીઓને ફાળવવામાં આવેલા ફાલસાવાડી ખાતેના સરકારી મકાનમાં રહેતાં હતાં. અનિતા જોશી પરણિત છે અને તેમને એક બાળક પણ છે. અનિતાએ પોતાની સર્વિસ રિવોલ્વરથી જ આપઘાત કર્યો છે, જોકે આપઘાતનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. પેટના ભાગે ગોળી મારી હતી. તેમના પતિ સતત ફોન કરી રહ્યા હતાં, પરંતુ ફોન ન ઉપાડ્યો હતો, જેથી પોલીસે ત્રિકમ વડે બારણું તોડ્યું હતું. હાલ મૃતકના ઘરને પોલીસ કાફલાએ કોર્ડન કરી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

અનિતા જોશીના આપઘાત બાદ સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે, જીવવું અઘરું છે, મારા મોત માટે કોઈ જવાબદાર નથી, આવું લખીને તેમણે સુસાઇડ કરી લીધું હોવાનું પોલીસના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.