//

અબડાસાના ધારાસભ્યોનો મહિલાઓએ બંગડી આપી કર્યો વિરોધ

ગુજરાત સહીત દેશમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે હજુ ઉનાળાની શરૂઆત થઇ રહી છે પરંતુ ગરમીનો માહોલ જામ્યો નથી પરંતુ રાજ્યસભાની ચૂંટણીની ગરમીનો માહોલ વધી ગયો છે છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસથી નારાઝ થઇને એક પછી એક પાંચ ધારાસભ્યોએ રાજીનામાં આપી દીધા હતા જેમનું પુષ્ટિ વિધાનસભાના અધ્યક્ષે કરી છે જેમાં અબડાસાના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજાનો પણ રાજીનામુ આપવામાં સમાવેશ થાય છે પદ્યુમનસિંહ જાડેજાના રાજીનામાંના સમાચાર અબડાસા મત વિસ્તારમાં જ મળતા મહિલાઓ એકત્રિત થઇ હતી અને ધારાસભ્ય પદ્યુમ્નસિંહના ઘરે પહોંચીને રોષ ઠાલવ્યો હતો અને નમાલા ગણીને ધારાસભ્ય ને બંગડીઓ આપી હતી અબડાસા વિસ્તાર ના લોકપ્રશ્નો માટે જે ધારાસભ્યને લોકો એ મત આપ્યા હતાતે ભાજપને તેબે થતા કોંગ્રેસી મહિલાઓ ઉશ્કેરાઈ ગઈ હતી અને ધારાસભ્યના ઘરેજ પહોંચી અને બંગડીઓ આપી હતી.

Leave a Reply

Your email address will not be published.