//

ગીર સોમનાથના કોડીનારમાં લોકડાઉનમાં મહિલાઓનો હોબાળો

કોરોના વાયરસની દેહસત સમગ્ર દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે  લોકડાઉન દરમિયાન કેટલાક પરિવારની રોજીરોટી અને આજીવિકા છીનવાય ગયેલ છે તેવા સમયે કેન્દ્ર અને રાજ્ય સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સસ્તા અનાજની દુકાનેથી રાશન મળી રહે તેવી વ્યવસ્થા કરવા એક ખાસ પ્રકારનું પેકેજ જાહેર કયું છે પરંતુ 7માં દિવસે પણ રેશનિંગ કાર્ડ પર સસ્તા અનાજની દુકાનેથી પુરવઠો કલાકો સુધીની તપસ્યા કરવા છતાં નથી મળતો એક તરફ સોસીયલ ડિસ્ટટન્સ જાળવવું મહત્વુંનું છે તો બીજી તરફ સસ્તા અનાજ ની દુકાને અનાજ લેવા ભીડ એકઠી થઇ રહી છે અને અનાજનો પુરવઠો નથી મળતો તેથી આજે મહિલાઓ એ સસ્તા અનાજની દુકાન બહાર હોબાળો મચાવ્યો  હતો મહિલાઓ નો આક્ષેપ હતો કે  જે લોકો ના નામ નથી તેવા લોકોને પુરવઠો મળી રહે છે અને અમોને મળતો  નથી સમગ્ર ઘટનાને લઇને મામલતદાર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડ્યો  હતો.

Leave a Reply

Your email address will not be published.